Aapnu Gujarat
બિઝનેસ

થાઈલેન્ડની ટ્રીપ થઈ સસ્તી

થાઇલેન્ડ, ઘણા યુવાનો માટે સપનાનો દેશ. પ્રવાસીઓ માટે ઘણી તકો આ દેશમાં છે. અહિયાં છે ૨૪ કલાક જાગતું પટ્ટાયા અને સાથે છે વિકાસ પામતું શહેર બેન્કોક. અહિયાં છે દુનિયાના સારામાં સારા ક્લબ તો સાથે છે ભગવાન બુદ્ધ ના વિશ્વ વિખ્યાત મંદિરો. અહિયાં છે મિલનસાર માણસો પણ સાથે છે સ્કેમ કરતા ઠગ. ભારતની જેમ થાઇલેન્ડ નો તડકો પણ સહન ના થાય એવો હોઈ છે. ગરમ પવન અને આજુબાજુ માં દરિયો એટલે સાથે ભેજ વાળું વાતાવરણ તો ખરું જ. તો પ્રવાસી મિત્રો ને સલાહ છે કે ગરમી ના મહિનામાં જવાની બદલે તે થોડી ઠંડી ની ઋતુ માં જવાનું રાખો. હાલમાં આ ઉત્તમ સમય છે.થાઈલેન્ડ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? જો ઈચ્છા હોય તો જલ્દી પોતાની ટ્રિપ ફાઈનલ કરો કારણ કે સાઉથ ઈસ્ટ એશિયન ટૂરિસ્ટ સ્પોટ પર જવાનું હવે વધારે સસ્તુ થઈ ગયુ છે. ૨૧ દેશોમાંથી આવનારા પ્રવાસીઓને ૧ ડિસેમ્બર ૨૦૧૮થી માંડી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ વચ્ચે વીઝા ઓન અરાઈવલ ફી ચૂકવવી નહિ પડે. આ દેશોમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના આશયથી આ પગલુ ભરવામાં આવ્યું છે.૨૧ દેશના પ્રવાસીઓને આ સુવિધા મળશે, જેમાં તેઓ ૧૫ દિવસ કરતા ઓછા દિવસના પ્રવાસે આવતા હશે તો. ભારત અને ચીન જેવા દેશોને પગલે થાઈલેન્ડને ટૂરિઝમને સારો એવો બિઝનેસ મળે છે પરંતુ છેલ્લા થોડા દિવસથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે થાઈલેન્ડે વિઝા ઓન અરાઈવલ ફીમાં છૂટ આપવાની જાહેરાત કરી છે.થાઈલેન્ડ હંમેશાથી રજા ગાળવા માટે ફેવરિટ સ્પોટ રહ્યું છે. આજકાલ બીજા ડેસ્ટિનેશન્સ જેવા કે માલદીવ્સ પણ ફેવરિટ હોલિડે સ્પોટ તરીકે આગળ આવી ગયુ છે. આવામાં થાઈલેન્ડે પ્રવાસીઓને આકર્ષવા ખાસ્સી મહેનત કરવી પડી રહી છે. ભારત ઉપરાંત બલ્ગેરિયા, સાઈપ્રસ, મોરેશિયસ, રોમાનિયા, સાઉદી અરેબિયા, ફિજી, તાઈવાન, ઉઝબેકિસ્તાન, યુક્રેન, કઝાકિસ્તાન, ચીન, ભૂટાન, ઈથોપિયા, માલ્ટા અને પાપુઆ ન્યુ ગિની જેવા દેશોના પ્રવાસીઓને થાઈલેન્ડમાં પ્રવાસ પર ફી નહિ ચૂકવવી પડે.તમે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થાઈલેન્ડની ટ્રિપ પ્લાન કરતા હોવ અને ૧૫ દિવસથી ઓછો સમય રોકાવાના હોવ તો તમારા ૪,૪૦૦ રૂપિયા સીધા જ બચી જશે. ઉલ્લેખનીય છે કે તમારે પાંચ દિવસ થાઈલેન્ડ ફરવા જવું હોય તો વ્યકિત દીઠ અંદાજે ૨૫થી ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

Related posts

सोना स्थिर, चांदी 100 रुपए चमकी

aapnugujarat

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટો પર બુધવારે ચર્ચા કરાશે

aapnugujarat

IL&FSમાં પ્રોવિડંડ-પેન્શન ફંડના હજારો કરોડ ડુબી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1