Aapnu Gujarat
ગુજરાત

વડનગરમાં વધુ નવી જગ્યાઓ પર પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ શરુ થશે

વડાપ્રધાન મોદીના ગામ એવા વડનગરમાં વધુ નવી જગ્યાઓ પર ખોદકામ શરુ થવા જઈ રહ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ૫મી બ્રાન્ચે ૨૦૧૮-૧૯ની સીઝન માટે ખોદકામનો વિસ્તાર વધાર્યો છે.
અત્યારે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પાસેથી મળી આવેલા સુપર સ્ટ્રક્ચર બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા રેલવે સ્ટેશન નજીક ખોદકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડનગરથી ૫ કિલોમીટર દૂર આવેલા તારંગા તળાવના પરિઘમાં તારંગા હીલની સંસ્કૃતી અને વારસાને બહાર લાવવા માટે અન્ય એક ટીમ પણ કાર્યરત છે.
ઉત્ખનન ટીમ અત્યારે વગનગરના સાંસ્કૃતિક વારસાને શોધવાનું કાર્ય કરી રહી છે. માનવામાં આવે છે કે આ પ્રાચીનપશ્ચિમ વિસ્તારમાં આવેલા એવા કેટલાક સ્થળોમાંથી એક છે જે જ્યાં ૨૧૦૦ વર્ષ જૂના અવશેષો સારી હાલતમાં મળી આવ્યા છે. ૨૦૧૫માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ વધુ ખોદકામ હાથ ધરીને વધુ શોધવા માટે કાર્ય શરુ કર્યું હતું. સાતમી સદીમાં ભારત આવેલા ચીનના પ્રવાસી હ્યુએન ત્સંગે હિનાયા સંપ્રદાયના ૧૦૦૦ બૌદ્ધ સાધુઓનો ઉલ્લેખ “ઓનાન તો પુ લો” માં કર્યો હતો જે આનંદપુરમાં હોવાનું મનાય છે. આનંદપુર વડનગરનું જૂનું નામ છે.

Related posts

પીએમ મોદીનાં હસ્તે ૩૦ જાન્યુ.એ સુરત એરપોર્ટનું લોકાપર્ણ

aapnugujarat

ચૂંટણી ખર્ચ માટે ભાજપાનો ૨૦૦ કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

aapnugujarat

વડોદરામાં મહિલાને દોરી વાગતાં ૨૫૦ ટાંકા લેવા પડ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1