Aapnu Gujarat
મનોરંજન

સુષ્મિતા સેને રિલેશનશીપ મામલે કરેલો ખુલાસો

વિતેલા વર્ષોમાં કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને આખરે પોતાના સંબંધોની કબુલાત કરી લીધી છે. હાલમાં જાહેરમાં પણ સુષ્મિતાએ પોતાના બોયફ્રેન્ડ સાથે ફોટો પડાવ્યા હતા. તે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા છે કે તે પોતાના કરતા ખુબ નાની વયના મોડલ રોમન શોલ સાથે ડેટિંગ કરી રહી છે. કેટલીક વખત ઇવેન્ટ્‌સમાં બંને સાથે નજરે પડી ચુક્યા છે. એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે આગામી વર્ષ સુધી બંને લગ્ન કરી શકે છે. આ મામલે સુષ્મિતાએ પણ ખુલાસો કર્યો છે. સુષ્મિતાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કરીને કેટલીક વાતનો ખુલાસો કર્યો છે. તેના નવા ફોટોમાં તે એક જિમનાસ્ટિક રોપ પર નજરે પડી રહી છે. તેનુ કહેવુ છે કે હાલમાં લગ્ન કરવા જઇ રહી નથી પરંતુ રોમનની સાથે તેની લાઇફ ખુબ સારી છે. એમ કહેવામાં આવે છે કે સુષ્મિતા અને રોમન થોડાક મહિના પહેલા એક ફેશન શો દરમિયાન એકબીજાને પ્રથમ વખત મળ્યા હતા. હાલમાં સુષ્મિતાએ કેટલાક સોશિયલ મિડિયામાં પોસ્ટ કર્યા છે. જેનાથી લાગે છે કે રોમનની સુષ્મિતાની બંને પુત્રીઓ સાથે પણ ખુબ સારા સંબંધ છે. તેમની વચ્ચે કેમિસ્ટ્રી છે. હવે જોવાલાયક બાબત એ છે કે બંને વચ્ચે રિલેશનશીપ કેટલા સુધી વધે છે તે બાબત ઉપયોગી રહેશે. સુષ્મિતા સેન બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક યાદગાર ફિલ્મમાં દેખાઇ હતી.
તે સલમાન ખાન સાથે અને શાહરૂખ ખાન સાથે પણ સફળ રીતે જોડી જમાવવામાં સફળ રહી હતી. શાહરૂખખાન સાથે મે હુનામાં નજરે પડી હતી. ઉપરાંત સલમાન સાથે તેની બીબી નંબર વન સુપર હિટ સાબિત થઇ હતી. અન્ય નવા કલાકારો સાથે પણ તે નજરે પડી હતી. સુષ્મિતા સેને મિસ યુનિવર્સ બનીને દેશનુ નામ રોશન કર્યુ હતુ. મિસ યુનિવર્સ બન્યા બાદ તે અન્ય સ્ટારની જેમ બોલિવુડમાં પ્રવેશ કરી ગઇ હતી. ત્યારબાદ કેટલીક હિટ ફિલ્મો આપી હતી.

Related posts

फिल्‍म ‘कलंक’ के फ्लॉप होने के लिए मैं जिम्‍मेदार हूं : करण जौहर

aapnugujarat

ડિયર કમલ સર, આતંકવાદનો કોઈ ધર્મ ન હોય, તેને ‘હિંદુ’ સાથે ન જોડોઃ વિવેક

aapnugujarat

उर्वशी का टि्‌वटर अकाउंट किसी ने हैक किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1