ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આખરે પૂર્વ કેબિનેટ પ્રધાન શિવપાલ સિંહ યાદવને ઝેંડ શ્રેણીની સુરક્ષા આપી દીધી છે. તેમની આ શ્રેણીની સુરક્ષા દુર કરવામાં આવ્યા બાદ ટુંકા ગાળામાં જ તેમને ફરી ઝેડ શ્રેણીની સુરક્ષા આપી દેવામાં આવી છે. ગયા મહિનામાં તેમની સુરક્ષા દુર કરી દેવામાં આવી હતી. યોગી આદિત્યનાથ સરકારે વર્તમાન નગર વિકાસ મંત્રી સુરેશ ખન્નાને પણ ઝેડ સુરક્ષા પાછી આપી દીધી છે. શિવપાલની સુરક્ષા વ્યવસ્થાને ઝેડથી ઘટાડીને વાય કરવામાં આવી હતી. જો કે હવે ફરી ઝેડ સુરક્ષા આપી દેવામાં આવી છે. થોડાક દિવસ પહેલા જ શિવપાલ યાદવ મુખ્યપ્રધાન યોગીને મળવા માટે પહોંચ્યા હતા. શિવપાલની સુરક્ષાને ફરી ઝેંડ કરી દેવાની બાબતને આ ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે. જે નેતાઓની સુરક્ષા થોડાક દિવસ પહેલા ઘટાડી દેવામાં આવી હતી તેમાં પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવના પત્નિ સાંસદ ડિમ્પલ યાદવ, પૂર્વ પ્રધાન આજમ ખાન, શિવપાલ યાદવનો સમાવેશ થાય છે.
હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે યુપીમાં રેકોર્ડ જીત મેળવી હતી. ત્યાકબાદ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપીમાં નવી સરકાર સત્તારૂઢ થઇ છે. આ સરકાર એક પછી એક સાહસી નિર્ણય કરી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ