Aapnu Gujarat
બ્લોગ

પાણી પરમેશ્વરે સજીવ સૃષ્ટિને આપેલી અણમોલ ભેટ

પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી હૃદય રોગ અને કેન્સર નહીં થાય, પૂરતું પાણી લેવાને લીધે તમારા મોંમાં લાળ (સલાઇવા)નું પ્રમાણ જળવાશે જેથી મો ચોખ્ખુ રહેશે.પાણીને જીવન જળ કહે છે. પરમેશ્વરે જગતભરની સજીવ સૃષ્ટિને આપેલી અણમોલ ભેટ છે.આજકાલ પાણી માટે બહુ ચર્ચા ચાલે છે. પાણી ક્યારે પીવું જોઇએ, પાણી કેટલું પીવું જોઇએ, પાણી શા માટે પીવું જોઇએ વગેરે વગેરે ચાલો આજે આખી દુનિયાના વિશ્વાસપાત્ર આરોગ્ય સંસ્થાઓનો પાણી માટેનો અભિપ્રાય જાણી લઈએ.નેશનલ એકેડેમી ઓફ મેડિસિન (નામ) યુ.એસ.એ.ના જણાવ્યા પ્રમાણે તમને તરસ લાગે તે પ્રમાણે તમારે પાણી પીવું જોઇએ આમ છતા દરેક પુરુષે વધારેમાં વધારે ૩.૭ લિટર (૧૫ કપ) અને દરેક સ્ત્રીએ ૨.૭ લિટર (૧૧ કપ) પાણી પીવું જોઇએ.
આમાં તમારા ખોરાક, શાકભાજી. ફળો અને ચા, કોફી, ફ્રૂટ જ્યૂસ પણ આવી જાય. આમાં એક વધારાની વાત પણ જણાવી છે કે જો વ્યક્તિનં શ્રમનું પ્રમાણ વધારે હોય અથવા ઠંડા કે ગરમ પ્રદેશમાં રહેતા હોય તે પ્રમાણે વધારે કે ઓછું હોઈ શકે.લાળ સ્વરૃપે પાણીથી ખોરાકનું પાચન થાય છે.તમારા શરીરના બધા જ સાધા ને હલન ચલનમાં મદદ (લુબ્રિકેટ) કરે છે અને તેમને સુવાળા રાખે છે.મોને અને આંખો ને ભીની રાખે છે.શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરે છે.તમારા શરીરના અનેક અંગોના અગણિત કોષોની ક્રિયા વખતે ભેગા થયેલા નકામાં પદાર્થો (વેસ્ટ પ્રોડક્ટ)ને શરીરની બહાર પેશાબ, ટોઇલેટ અને પરસેવા મારફતે કાઢી નાખવાનું કામ પાણી કરે છે.હોજરીમાં પાણી સ્વરૃપે રહેલા પાચકરસોથી તમે લીધેલા ખોરાકનું પાચન થાય છે.યોગ્ય પ્રમાણમાં સમયસર નિયમિત ચોક્ખું પાણી પીવાથી તમારું વજન પણ ઓછું થશે.પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરના બધા જ સાંધામાં ઘસારો ઓછો થશે અને સાંધાનો વા નહીં થાય.પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી હૃદય રોગ અને કેન્સર નહીં થાય.પૂરતું પાણી લેવાને લીધે તમારા મોંમાં લાળ (સલાઇવા)નું પ્રમાણ જળવાશે જેથી મો ચોખ્ખુ રહેશે, દાંત સારા રહેશે. આંતરડાના કેન્સર,કિડની અને મૂત્રાશયના ચેપ અને પથરી થતાં અટકે છે.બ્રેસ્ટ કેન્સર થતાં અટકે છે.વજન કાબૂમાં રહે છે.થાક ઓછો લાગે છે.માથાનો દુખાવો ઓછો થાય છે.આ ઉપરાંત મેયો ક્લિનિકના વૈજ્ઞાનિકો જણાવે છે કે :
શરીરમાં ૬૫થી ૭૦ ટકા પાણી છે. તમારા મગજમાં તેના ૮૦ ટકા, ફેફસામાં તેના ૮૩ ટકા અને તેના ૭૯ ટકા કિડની અને સ્નાયુમાં ૮ ટકા છે.સામાન્ય હવામાન હોય ત્યારે પુખ્તવયની વ્યક્તિ ૧.૬ લિટર જેટલું પાણી પેશાબ દ્વારા, પરસેવા દ્વારા ૪૫૦ મીલી/લિટર, શ્વાસોશ્વાસ દ્વારા ૩૦૦ મિલી./લિટર અને ટોઇલેટ દ્વારા ૨૦૦ મિલી./લિટર શરીરમાંથી બહાર કાઢે છે એટલા માટે તમારે ખોરાક, શાકભાજી, ફળો અને પ્રવાહી દ્વારા શરીરમાં પૂરતું પાણી લેવું જોઇએ.તમને તરસ લાગે તેનો અર્થ કે તમારા શરીરમાંથી ૧ ટકો પાણી ઓછું થઇ ગયું છે એટલે થોડી પણ રાહ જોયા વગર તાત્કાલિક ચોક્ખું પાણી પી લેજો.તમારા શરીરમાં રહેલા પાણીનું લેવલ જે ૬૫થી ૭૦ ટકા જેટલું છે તે જાળવી રાખવા પાણી પીવું જોઇએ પણ ૮ ગ્લાસ લેવું એ ફક્ત માન્યતા (મીથ) છે.તમારા શરીરમાં પાણીનું બેલેન્સ બે રીતે જળવાય છે. એ. તમને તરસ લાગે ત્યારે અને બી. તમને કેટલો પેશાબ થાય છે તમને તરસ લાગે ત્યારે, તમે વધારે શ્રમ કરતાં હો ત્યારે અને તમે બિમાર હો ત્યારે પાણી પીવું જોઇએ તે હકીકત છે.ચરબી વગરના તમારા શરીર (લીન બોડી માસ)માં ૭૩ ટકા પાણી છે. જ્યારે ચરબી સાથે (ફેટ બોડી માસ)માં ૧૦ ટકા પાણી છે.તમારે આઠ ગ્લાસ પાણી રોજ પીવું જોઇએ’તે વર્ષોથી ચાલતી આવતી ખોટી માન્યતા (મીથ) જ છે.તેઓ જણાવે છે કે વૈજ્ઞાનિકોએ એમ જણાવ્યું છે કે તમારે આઠ ગ્લાસ જેટલું પાણી રોજના ખોરાક, શાકભાજી અને ફળોમાંથી તેમજ તમે ચા, કોફી, છાશ, ફ્રૂટ જયુસ મીઠા પીણાં વગેરેમાંથી મેળવવું જોઇએ નહીં કે તે ઉપરાંત આઠ ગ્લાસ ચોખ્ખું પાણી પીવું જોઇએ.
જો તમે પાણી જોયું નથી અને તરસ લાગી હોય કે નહીં ત્યારે પણ તરત બે ચાર ગ્લાસ પાણી પી જાઓ એ બરોબર નથી અને વર્ષોથી ચાલતો આવતો નિયમ કે માન્યતા છે કે આઠ ગ્લાસ પાણી પીવું જોઇએ એ વાત પણ બરોબર નથી. તેમના જણાવ્યા પ્રમાણે રોજ આઠ ગ્લાસ કે તેથી વધારે પાણી પીઓ તો તે તમારા શરીરના અંગોના અગણિત કોષોને પાણીવાળા (હાયડ્રેટ) કરવાને બદલે તેમાંનું મોટાભાગનું પાણી પેશાબ મારફતે નીકળી જશે.તેમના જણાવ્યા પ્રમાણે તમે પૂરતું પાણી પીઓ છો કે નહીં તે જાણવાની સાચી રીત ૧. તમારા પેશાબનો રંગ જોઇને નક્કી કરવાની છે. સુકાયેલા ઘાસ (સ્ટ્રો) જેવો આછા પીળા રંગનો પેશાબ હોય તો તેનો અર્થ તમે પીઓ છો તે પાણીનું પ્રમાણ બરોબર છે. જો તમારા પેશાબનો રંગ આનાથી વધારે ઘેરો પીળો કે લાલાશ પડતો હોય તો એનો અર્થ કે તમે ઓછું પાણી પીઓ છો.એક વાત યાદ રાખશો. તમને તાવ આવ્યો હોય, કોઈ દવા લેતા હોય, ખોરાકમાં રંગીન વસ્તુઓ બીટ, ટામેટાં, મધ લીધા હોય ત્યારે તમારા પેશાબનો રંગ બદલાય ખરો. આજ રીતે રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠીને પહેલો પેશાબ આવે તેનો રંગ ઘેરો આવે માટે તેની ગણતરી પણ ના કરશો. ૨ તમને કોઈ કારણ વગર ખૂબ થાક લાગે, માથું દુખે, કંટાળો આવે, કોઈ વસ્તુમાં ધ્યાન ના લાગે આ પેશાબના રંગ સિવાય તમે ઓછું પાણી પીઓ છો તેના બીજા ચિન્હો છે.પાણીમાં લીબુ અને મધ નાખો અને રોજ પીઓ.પાણીને સુગંધીદાર બનાવવા ’વાળો’ અને ’ફ્રુટ એસેન્સ’ નાખો.બાથરૃમ કે ટોઈલેટ જાઓ ત્યાર પછી થોડું પાણી પીઓ.જમવા બેસો તે પહેલા એક ઘુટડો પાણી પીઓ.બહુ ગળ્યા શરબત પીતા પહેલા તેમાં થોડું ચોખ્ખું પાણી નાખો.જેમાં પાણી અને બીજા પ્રવાહી આવે તેવો ખોરાક, ફળો અને શાકભાજી ખાઓ.સવાર અને સાંજના જમવાના સમય વચ્ચે ’ગ્રીન ટી’ પીવાનો નિયમ રાખો.જ્યારે પાણી પીઓ ત્યારે ફ્રીઝનું એકદમ ઠંડુ પાણી ના પિશો. એકદમ ઠંડુ પાણી પીવાથી હોજરીના બેક્ટેરિયા જે પાચક રસો બનાવવામાં મદદ કરે છે તે મદદ નહીં કરી શકે એટલે તમે લીધેલા ખોરાકનું પાચન બરોબર નહીં થાય અને ખોરાક હોજરીમાં પડયો રહેશે જેને કારણે પેટમાં ભાર લાગશે અને ગેસ થશે.જ્યારે જ્યારે પાણી પીઓ ત્યારે ધીરે ધીરે (ઘુટડા ભરીને પીઓ). તમારા મોમાં લાળ (સલાઈવા) ઉત્પન્ન થાય છે જે ’આલ્કલાઈન’ છે. તમારી હોજરીમાં ’હાયડ્રોક્લોરિક એસિડ’ છે. જો તમે એકદમ ઝડપથી પાણી પીશો તો તમારા મોની લાળ પૂરતા પ્રમાણમાં હોજરીમાં જશે નહીં અને હોજરી ’એસિડિક’ રહેશે. જેને કારણે ગેસ, એસિડિટી. ઊબકા, ઊલટી અને ’હાર્ટબર્ન’ થશે. રોજ ૮ ગ્લાસ પાણી પીવું જોઇએ એ વાત વર્ષોથી ચાલતી આવતી ખોટી માન્યતા (મીથ) છે. તમારા શરીરમાંથી રોજ પેશાબ મારફત, ટોઇલેટ મારફત, શ્વાસોશ્વાસ મારફત, પરસેવા મારફત, થૂક મારફત ૮થી ૧૦ કપ પ્રવાહી ઓછું થાય છે, ૪. કપ જેટલું શાકભાજી, ફળો, અને તમે જે ખાઓ છો તેમાંથી મળે છે અને ૪થી ૬ કપ તમે ચા, કોફી, જ્યુસ અને એ સિવાય તમે જે કઇ પીતા હો તેમાંથી મળે છે.આનો અર્થ જેટલું ઓછું થયું તેટલું તમે પ્રવાહી પી લીધું. ત્યાર પછી તમારે વધારે પીવાની જરૃરત ઉનાળો હોય, કસરત કરતાં હો કે બીજા બધા કરતાં વધારે એક્ટિવ હો અને પરસેવો વધારે થતો હોય તો અને ખાસ કરીને તરસ લાગે ત્યારે જરૃર પડે. તે વખતે થોડું પાણી પીઓ તો વાંધો નથી. આનાથી વધારે તમારે કેલરી વગરના પાણી પીવાની જરૃર નથી.
’મેરેથોન’ દોડનારામાં પાણી વધારે પીવાથી ઘેન ચઢવું (ઇન્ટોક્સિકેશન)એ ખૂબ જાણીતી વાત છે. વધારે પડતી કસરત કરતાં હોય એટલે કે વધારે પડતો શ્રમ લીધો હોય અને ખુબ પાણી પીઓ ત્યારે ’કિડની’ પોતાનું કામ (પેશાબને મૂત્રાશય (બ્લેડર)માં મોકલવાનું) બરોબર કરી ના શકે આને કારણે શરીરમાં અને ખાસ કરીને મગજમાં પાણી વધી જાય જેને કારણે મગજનું કદ વધે પરીણામે માથું દુખે, ઊબકા અને ઉલ્ટી થાય, શું કરવુ તે ખબર ના પડે (ડિસઓરીએન્ટેશન) અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય.આ માટે ખાસ યાદ રાખી પાણી જરૃર પૂરતું પીઓ, વધારે નહીં. કોઈ પણ જાતની કસરત કરતી વખતે જો વધારે પ્રવાહી પીવું હોય તો જેમાં સોડિયમ. પોટાશયમ અને ક્લોરાઇડ (ઇલેક્ટ્રોલાઇટ) અને વિટામિન હોય તેવા તૈયાર પીણાં હવે બજારમાં મળે છે તે પીઓ પણ ફક્ત એકલું પાણી ના પીશો.’’સાયકોજેનિક પોલિડિપ્સીયા’’ નામના એક માનસિક રોગમાં દરદી જરૃર કરતાં વધારે પાણી પીધા જ કરે. આ રોગમાં દર્દીનું મૃત્યુ થઇ શકે કારણ તે દર્દીના પેશાબ માટે બધુ પાણી નીકળી જાય જેમાં શરીર ને જરૃરી અગત્યના ક્ષારો ખાસ કરીને સોડિયમ બહાર નીકળી જાય અને સોડિયમની કમીથી મૃત્યુ થાય.રોજ વધુ પાણી પીવાની ટેવથી પાણી પીવાનો નશો ચડશે અને ડાયાબિટીસનો એક બીજો પ્રકાર ’ડાયાબિટીસ ઇનસીપીડસ’ થવાની શક્યતા વધી જશે.
૩. ’ફિલ્ટ્રેશન મશીન’થી ચોખ્ખું કરેલું પાણી પીવું જોઇએ એ વાત બરોબર છે ?
તમને જે પાણી તમારા ઘરના નળમાં મળતું હોય અને તમે પીવામાં વાપરતા હો તે ડહોળું દેખાતું હોય, સ્વાદ ખરાબ લાગતો હોય ને ગંધ મારતું હોય તો તમારે ’ફિલ્ટ્રેશન મશીન’માં ચોક્ખું કરેલું પાણી વાપરવું જોઇએ જેથી અશુદ્ધ પાણીમાં રહેલા ઝેરી પદાર્થો, બેક્ટેરિયા, કોપર, લેડ (સીસુ), મર્ક્યુરી જેવી મેટલ્સ, પેરેસાઇટ્‌સ, ઓર્ગેનિક કેમિકલ્સ, નીકળી જાય.

Related posts

હોલિવુડની એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મો

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય નેતાઓનું કર્તવ્ય : શાસનની ધુરા

aapnugujarat

શાકાહારી બનો નહીં તો પૃથ્વી પર થશે અનર્થ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1