ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ સરકારની યોજનાઓ પર યોગી સરકારનો વાર યથાવત છે.સીએમ યોગી આદિત્યનાથ, સપા સરકારની વધુ એક યોજના બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
યોગી સરકારની તમામ યોજનાઓમાંથી અલ્પસંખ્યકો માટેના ક્વોટાને ખતમ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.સરકારની યોજનાઓમાં અલ્પસંખ્યક ક્વોટાને ખતમ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથની કેબિનેટ આ અંગેનો પ્રસ્તાવ તાત્કાલિક અસરથી લાવી શકે છે અને સરકારે આ માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે.
યુપી સરકારની યોજનાઓમાં અલ્પસંખ્યકોને ક્વોટા આપવાની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે વર્ષ ૨૦૧૨ શરૂ કરી હતી. જે અંતર્ગત પ્રદેશ સરકારની ૮૫ યોજનાઓમાં અલ્પસંખ્યકો માટે ૨૦ ટકા ક્વોટા નિર્ધારીત કરવામાં આવ્યો હતો.યુપીમાં ભાજપ સરકાર આવ્યાં બાદ સમાજવાદી સરકારની અનેક યોજનાઓ બંધ કરવામાં આવી છે. જેમાં અખિલેશ યાદવના ફોટાવાળા રાશન કાર્ડ, સમાજવાદી પેન્શન યોજના, પોષણ મિશન કમિટી સહિત જે યોજનાઓ પર સમાજવાદી શબ્દ હતો તે તમામ યોજનાઓને હટાવવામાં આવી છે. જ્યારે અમુક યોજનાઓમાં સમાજવાદી શબ્દ હટાવીને મુખ્યપ્રધાન લખી યથાવત રાખવામાં આવી છે.