Aapnu Gujarat
બિઝનેસ

એકસ્પાયરી ડેટ સાથે છેડછેાડ કરનારને બે વર્ષની સજા અને પ લાખનો દંડ

નવા ગ્રાહક સંરક્ષણ સંશોધન વિધેયકમાં આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જેમાં હવે એકસ્પાયરી ડેટ સાથે છેડછેાડ કરનાર ને બે વર્ષની સજા અને પ લાખનો દંડ થશે.
ગ્રાહક સંરક્ષણ સંશોધન વિધેયક પ્રમાણે, કોઇ પેકેટ ઉપર લખેલા ભાવ અને એકસ્પાયરી ડેઇટ સાથે છેડછાડ કરનારને બે વર્ષ સુધીની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ગ્રાહક અદાલત ફરિયાદીને વળતર આપવાના આદેશ પણ આપી શકે છે.
અધિકારીએ કહ્યું હતું કે, કોઇપણ પેકેટ ઉપર વધુમાં વધુ રિટેલ ભાવ (એમઆરપી), સમાપ્તિની તારીખ (એકસ્પાયરી ડેઇટ) પર સ્ટીકર લગાવવું કે તેને કાપીને બીજા ભાવ કે તારીખ લખવી કે અન્ય કોઇ ફેરફાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવશે.
સંશોધન વિધેયકમાં આ બાબતની સાથે છેડછાડ કરનાર ઉપર કાર્યવાહીની જોગવાઇ છે.માત્ર આયાતીત પેકેટ બંધ સામાન ઉપર સ્ટીકર લગાવવાની પરવાનગી છે પરંતુ આ સ્ટીકરમાં આયાત કરનાર કંપનીએ સંપુર્ણ વિગત આપવી પડશે. જેમાં પેકેટ બંધ સામાન કયારે આયાત કરવામાં આવ્યો વગેરેની માહિતી પણ સ્ટીકરમાં દર્શાવવાની રહેશે કે જેથી ગ્રાહકને કોઇ મુશ્કેલી ન થાય.કોઇ કંપનીના સામાનનો ભાવ વધી ગયો હોય તો પણ તેને સામાનનું નવેસરથી પેકીંગ શરૂ કરવું પડશે. જુના પેકીંગ પર સ્ટીકર કે કાપીને નવો ભાવ લખવાની પરવાનગી નહીં અપાય.
આ ગ્રાહક સંરક્ષણ સંશોધન વિધેયકમાં ચોમાસુ સત્રમાં રજુ કરવામાં આવશે. ગ્રાહક મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ હતુ કે, સરકારના આ ફેંસલાથી ગ્રાહકોને રાહત મળશે.

Related posts

સરકારે એર ઈન્ડિયાને જલદી વેચી દેવી જોઈએ : જેટલી

aapnugujarat

BPCL में हिस्सेदारी बेचने के​ लिए सरकार ने दी मंजूरी

aapnugujarat

મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

editor

Leave a Comment

UA-96247877-1