Aapnu Gujarat
રાષ્ટ્રીય

સર્જીકલ સ્ટ્રાઈક ફરી થઈ શકે : જીતેન્દ્રસિંહ

વડાપ્રધાન કાર્યાલયમાં રાજયમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે સરકાર આતંકવાદ અને પાકિસ્તાન તરફથી સીમા પર જારી આક્રમકતાનો જવાબ આપવા માટે કેટલાક નિર્ણાયક પગલા લેશે. આતંકવાદના ખાત્મા માટે સર્જિકલ સ્ટ્રાઇક જરૂરી હોવાનો દાવો.
કાશ્મીરમાં ત્રાસવાદ અને પાકિસ્તાન સાથેની સીમા પર ઘુસણખોરી રોકવા માટે સરકારની યોજનાઓ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, શું અમે મીડીયાને જણાવ્યુ કે, જયારે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી. અમે ઓપરેશન સમાપ્ત થયા બાદ જ વાત જણાવી હતી.અમે મીડીયાને નહીં જણાવીએ કે અમે શું કરવા જઇ રહ્યાં છીએ. કોઇ યોજનાના સવાલ પણ તેમણે કહ્યું હતું કે, અમે જરૂરથી કોઇ નિર્ણાયક પગલું લેશું પણ હું તમને અત્યારે જણાવી નહી શકું કે એ પગલું ક્યું હશે.
સુરક્ષા એજન્સીઓ જે જરૂરી હશે તે કરશે. તમને માત્ર પરિણામો બતાડવામાં આવશે.કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલા ત્રાસવાદી હુમલાની ટીકા કરતા કહ્યુ છે કે પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરીને કરશે. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂરીયાત ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, હવે હદ થઇ ગઇ છે. દર વખતની જેમ હવે નજર અંદાજ થઇ શકે તેમ નથી.તમને ઉમેર્યું, ત્રાસવાદનો ખાત્મો કરવો હોય તો કડકાઇથી જવાબ આપવો પડશે, પહેલાની જેમ ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે.

Related posts

દિલ્હી અને કટિહાર વચ્ચે નવી ટ્રેન દોડાવવા સરકારનો નિર્ણય

aapnugujarat

જીએસટી લાગૂ થતા ૧ જૂલાઇથી રેલ સફર મોંઘી થશે

aapnugujarat

લાલુએ બિહારના ડે.સીએમ સુશીલ મોદીની મજાક ઉડાવીને તેમને ડરપોક કહ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1