Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનને ધિરાણ આપતાં પહેલાં ચીન સાથેનો હિસાબ સરભર કરાશે : અમેરિકા

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ધિરાણ મેળવવાનાં ફાંફાં પડી રહ્યાં છે. પાકિસ્તાને તેની આર્થિક હાલત સુધારવાની આશાએ ચીન પાસેથી ધિરાણ મેળવ્યું હતું પરંતુ પાકિસ્તાનની આ આશા ઠગારી નીવડી અને દિનપ્રતિદિન દેશની હાલત અત્યંત વિકટ બનતાં તેણે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ ભણી નજર દોડાવી છે, જોકે અમેરિકાએ એવું જણાવ્યું છે કે ધિરાણ આપતાં પહેલાં પાકિસ્તાનની નાણાકીય હાલાતની સમીક્ષા કરવામાં આવશે. ધિરાણ આપતાં પહેલાં પાકિસ્તાનનું ચીન પર કેટલું દેવું છે તેનું આકલન કર્યા બાદ જ અમેરિકા તેને આર્થિક સહાય આપશે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા હિથર નોર્ટે કહ્યું કે પાકિસ્તાનને ધિરાણ આપતાં પહેલાં ઘણીબધી બાબતોની ચકાસણી કરવામાં આવશે. પાકિસ્તાનની આર્થિક હાલત અને તેના પર કેટલું દેવું બાકી છે તેની આકરી સમીક્ષા કર્યા બાદ ધિરાણ આપવાની વિચારણા કરવામાં આવશે. પાકિસ્તાને બીજા કયા કયા દેશો પાસેથી ધિરાણ મેળવ્યું તેની પણ તપાસ થશે. અમેરિકાએ પાકિસ્તાનને એવું જણાવ્યું છે કે ચીન પાસેથી લીધેલાં બેહિસાબી ધિરાણને કારણે પાકિસ્તાનની આર્થિક હાલત કથળી છે.

Related posts

ઇરાનથી તેલની આયાતમાં ઘટાડો કરવા ભારત તૈયાર

aapnugujarat

UK will not take part in US’s attack on Iran : Jeremy Hunt

aapnugujarat

कैमरून में सड़क हादसा : 53 लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1