Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં પસંદગીની ખરીદી કરી આગળ વધવા માટે સલાહ

સતત પાંચ સપ્તાહના ગાળા બાદ ઇક્વિટી બેરોમીટર સેંસેક્સ ઉથલપાથલની સ્થિતિમાં રહ્યા બાદ સેંસેક્સ છેલ્લા સપ્તાહના કારોબારના છેલ્લા દિવસે તેજી સાથે અને રિકવરી સાથે બંધ રહેતા કારોબારીઓમાં નવી આશા દેખાઈ હતી. દલાલ સ્ટ્રીટમાં હાલ વધારે રિકવરીની આશા દેખાઈ રહી નથી પરંતુ કેટલાક કારોબારીઓ માની રહ્યા છે કે દિવાળી નજીક આવ્યા બાદ તેજી પરત ફરશે. સેંસેક્સ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩૫૬ પોઇન્ટ સુધરીને ૩૪૭૩૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૬ પોઇન્ટના સુધારા ૧૦૪૭૨ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આવતીકાલથી શરૂ થઇ રહેલા નવા સત્રમાં બજારની દિશા નક્કી કરવામાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓઇલની કિંમતો અને અન્ય ચાર પરિબળોની સીધી અસર જોવા મળશે. બીએસઈ સેંસેક્સ પર સૌથી વધુ અસર ડોલર સામે રૂપિયાની રહેશે. એમ માનવામાં આવી રહ્યું છે કે, હજુ ડોલર સામે રૂપિયો કમજોર રહી શકે છે. કારોબારીઓ માની રહ્યા છે કે, ઇક્વિટીમાં કારોબાર આશાસ્પદ દેખાઈ શકે છે. ઇક્વિટી, કોમોડિટી અને ફોરેક્સના માર્કેટમાં દશેરાના દિવસે રજા રહેશે. કમાણીની સિઝન પણ શરૂ થઇ રહી છે જેના ભાગરુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ બેંક, હિરોમોટો, ઇન્ફોસીસ, ઇન્ડિયા બુલ્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એસીસી, અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ તેમના બીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરનાર છે. કેટલાક હેવીવેઇટ આંકડા બજારમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. આ ઉપરાંત તેલ અને અન્ય ચાર પરિબળોની અસર પણ બજાર ઉપર જોવા મળશે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉથલપાથલની સ્થિતિ વચ્ચે સેંસેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, શેરબજારમાં આવતીકાલથી શરૂ થઇ રહેલા નવા કારોબારી સેશનમાં સીધી અસર છેલ્લા સપ્તાહના કારોબારની પણ રહી શકે છે. જો કે, આવતીકાલે કારોબારમાં તેજી સાથે શરૂઆત થઇ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, નિફ્ટીમાં ૧૦૫૧૦ અને ૧૦૫૭૫ની સપાટી રહી શકે છે. શુક્રવારના દિવસે બાઉન્ડબેકની સ્થિતિ રહ્યા બાદ તેની અસર જોવા મળશે. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં છેલ્લા સપ્તાહના ગાળા દરિમયાન છેલ્લા દિવસે સ્થિતિ સારી હતી. ડોલર સામે રૂપિયામાં નબળાઈની અસર સતત દેખાઈ રહી છે. એકંદરે મોટાભાગના નિષ્ણાતો નિચલી સપાટી ઉપર પસંદગીના શેરની ખરીદી કરવા માટે સલાહ આપે છે. સાથે સાથે રોટેટ સેક્ટરમાં અસરકારકરીતે સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશાસ્ત્રીઓની ગણતરી છે. નિફ્ટીમાં હાલના તબક્કે કોઇપણ ઘટાડો માર્કેટમાં વધુ મંદી ઉમેરી શકે છે.
શુક્રવારના દિવસે પીએનબી, આઈટીસી, જિંદાલ સ્ટીલ, એસીસી, ભારતી એરટેલ, તાતા સ્ટીલ, ડાબરમાં શોર્ટ કવરિંગની સ્થિતિ જોવા મળી હતી. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલી જારી રાખવામાં આવતા તેની અસર પણ બજાર ઉપર જોવા મળી શકે છે. વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. એફપીઆઈ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વેચવાલી દર્શાવવામાં આવી છે.

Related posts

મોદી રાજનીતિ છોડશે તે જ દિવસે રાજનીતિને છોડી દેશે : સ્મૃતિ ઇરાની

aapnugujarat

વિદેશ પર્યટનનું મોબાઇલ બિલ ૨૦% સસ્તું થશે

aapnugujarat

સીબીઆઇ વિવાદ : વર્માના જવાબ ઉપર સુનાવણી ટળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1