Aapnu Gujarat
ગુજરાત

ભૂજમાં દેશી બંદૂક-કટ્ટા બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજ નજીક આવેલા જદુરા ગામે એક રહેણાંક મકાનમાં દરોડા પાડી દેશી બંદુક-કટ્ટા બનાવવાની મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે એલસીબીએ ગત રાત્રે જદુરા ગામના નવાવાસની ત્રીજી શેરીમાં રહેતાં રહેમતુલ્લા ઓસમાણ થેબાના મકાનમાં દરોડો પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચને દરોડા દરમિયાન ઘરમાંથી હાથ બનાવટની એક સિંગલ બેરલ મજલ લોડ બંદુક અને બાર બોરલની સિંગલ બંદુક મળી બે દેશી બંદુક, એક લોખંડની બેરલવાળો બંધ હાલતનો કટ્ટો (તમંચો) અને બાર બોરના દેશી બંદુકના ખાલી વપરાયેલા ૧૦૧ નંગ કાર્ટીસ મળી આવ્યાં હતા. ઘરમાંથી પોલીસને બાર બોરના રીફીલીંગ કરાયેલાં ૮ નંગ કાર્ટીસ, પાના, નટબોલ્ટ, હથોડી, ફરશી વગેરે સાધનોનું ટૂલ બોક્સ મળી આવ્યું હતું, સાથે જ ઘરમાં તપાસ કરતા છરા અને ગોળીઓ બનાવવા માટેનું સીસું અને ઝીણાં છરા, ટોટીઓ, લાકડાનું ખાલી બટ, બે નંગ મોટી અને ૩ નંગ નાની સ્પ્રીંગ, કાર્ટીસ રાખવાનો પટ્ટો, લોખંડના બે ગજ, પાંચ નંગ ટ્રીગર નંગ અને એક ઘોડો (હેમર)તથા નિશાન તાકવા માટેનું લોખંડનું સાધન વગેરે મળી કુલ ૩૮ હજાર ૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
હાલ પોલીસે ફરાર આરોપી રહેમતુલ્લા ઓસમાણ થેબા જડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આરોપી કેટલાક સમયથી હથિયાર બનાવતો હતો? દેશીબંધુક બનાવી કોને વેચાતો?? આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહિ? બનાવટી હથિયાર શું ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ પોલીસ તમામ સવાલોના જવાબ શોધી રહી છે. આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.

Related posts

गुजरात में अब गुंडागर्दी करने वालों की खैर नहीं : रूपाणी

editor

વડાલી તાલુકાના ભંડવલ ગામે ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

aapnugujarat

કડી તાલુકાનાં ડાંગરવા ગામમાં ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1