Aapnu Gujarat
મનોરંજન

દુરાચારીઓ આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક કહેવાય : પરિણિતી

પરિણિતી ચોપરાએ આવેશપૂર્વક કહ્યું હતું કે મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરનારા લોકો આતંકવાદીઓ કરતાં પણ નીચ ગણાય. એમને સખ્કત મજૂરીની જેલની સજા થવી જોઇએ.
’જો આવા વિકૃત માનસના લોકોને સજા નહીં થાય તો બોલિવૂડની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે. ઉપરાંત આવું થતાં સમાજમાં ખોટો સંદેશો પહોંચશે. આવું કંઇક બન્યાની માહિતી મળતાં તરત પગલાં લો. તમે મૂગા રહેશો તો દુરાચારીઓને છૂટ મળી જશે કે કોઇ આપણો વાળ વાંકો કરી શકે એમ નથી. મને એમ ખબર પડે કે આ માણસ બરાબર નથી તો મારે એની સાથે કામ ન કરવું જોઇએ. કામ કરું તો એનો અહં સંતોષાય કે હું ગ્રેટ ફિલ્મ સર્જક છું. વાસ્તવમાં એના ચારિત્ર્યની ખબર પડે એટલે તરત મારે એનાથી દૂર થઇ જવું જોઇએ’ એમ પરિણિતીએ કહ્યું હતું.
એણે ઉમેર્યું કે જેમનાં નામો જાહેર થયાં છે એ લોકો સાથે હવે ફિલ્મોદ્યોગ કામ નહીં કરે એવી હું આશા રાખું છું. એમનો બહિષ્કાર ખરેખર તો સાવ નાનું પગલું કહેવાય. આવા વિકૃત માનસના લોકોને સખ્ખત મજૂરીની જેલની સજા થવી જોઇએ તો જ દાખલો બેસે. આ લોકો તો રીઢા ખૂનીઓ અને આતંકવાદીઓ કરતાં પણ નપાવટ કહેવાય.

Related posts

माधुरी ने दिवंगत ऋषि कपूर, सरोज खान संग किए काम को याद किया

editor

ઇત્તેફાકની રિમેકને લઇને સિદ્ધાર્થ ખુશ

aapnugujarat

अमिताभ ने मांगी माफी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1