Aapnu Gujarat
બિઝનેસ

ભારત-આફ્રિકા વિશ્વના ભાવિને ઘડી શકે : જેટલી

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક આ વર્ષે ભારતમાં યોજાઈ રહી છે. તે ભારત આફ્રિકા સંબંધોમાં નવા અધ્યાયનો નિર્દેશ કરે છે. તેમણે ઉમેર્યું કે ભારત આફ્રિકા સંયુક્તપણે વિશ્વના ભવિષ્યને આકાર આપી શકે છે. જેટલી ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના વાર્ષિક બેઠકના શુભારંભ સત્રને સંબોધી રહ્યા હતા. આ સત્રની થીમ આઈ-૫ નીતિને વધારવા માટે આફ્રિકા ઈન્ડિયા સહભાગિતા હતી. જેટલીએ કહ્યું કે, અમારી પ્રતિબદ્ધતા આફ્રિકા સાથે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનમાં પ્રતિબિબિત થાય છે. જે આ પહેલા આટલા મોટા પાયે ક્યારેય જોવા મળી નહોતી. ઈન્ડિયા- આફ્રિકા ભાગીદારીનું મોડલ અનન્ય છે. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સામાન્ય સભા-૨૦૧૭નું આયોજન તા. ૨૨થી ૨૫મી મે-૨૦૧૭ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. સામાન્ય સભાના પ્રથમ દિવસે આફ્રિકા-ઈન્ડિયા કો-ઓપરેશન-૨૦૧૭ અંતર્ગત ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદને કેન્દ્ર સરકારના નાણામંત્રી અરૂણ જેટલીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્તા જણાવ્યું હતું કે, ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના છે.

Related posts

રિલાયન્સ પણ આઈસ્ક્રીમ માર્કેટમાં ઉતરવાની તૈયારીમાં

aapnugujarat

ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સ ૬૧ પોઇન્ટ ઘટીને બંધ થયો

aapnugujarat

कार्ड से पेमेंट से पहले अच्छी तरह चेक करें पीओएस मशीन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1