Aapnu Gujarat
ગુજરાત

નર્મદાના નીરના વધામણાથી કચ્છને હવે નંદનવન બનાવાશે

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભુજ, કંડલા અને ભચાઉમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થયું અને નરેન્દ્ર મોદીએ કચ્છમાં કરેલ વિકાસ કાર્યો પ્રત્યે કચ્છની જનતાએ વિવિધ સ્વરૂપે ભવ્ય સ્વાગત કરીને પોતાની લાગણી પ્રગટ કરી હતી. ભુકંપ પછી ભાજપ સરકારે કચ્છનું નવસર્જન કર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગદ્વારા, કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે, રણોત્સવ થકી ટુરીઝમનું કેન્દ્ર બનાવ્યું છે. નર્મદાના નીર દ્વારા કચ્છને કૃષિનું કેન્દ્ર બનાવીને કચ્છને નંદનવન બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ક્રાંતિવીર ડા.શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિને સ્વિટ્‌ઝલેન્ડથી માંડવી લાવ્યા અને તેમનું સ્મારક બનાવીને કચ્છની અસ્મિતા અને ગૌરવ વધાર્યું છે.
કચ્છને ઉદ્યોગ, ટુરીઝમ, નર્મદા અને સંસ્કૃતિને કારણે રોજગારીનું કેન્દ્ર બનાવ્યું છે. પંડ્યાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભચાઉ ખાતે નવા પંપીગ મશીનનું ઉદ્ધાટનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની ધરાને ૫૪ મીટર નર્મદાના પાણીને લીફટ કરીને ૧૮૨ ગામની ૨૭૮૫૬૧ એકર વિસ્તારમાં પાણી પહોંચવાનું છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર કચ્છની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા થનગની રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સમયે કચ્છની જનતાના હ્ય્દયમાં હરખની હૈલી છે, નર્મદાના નીરથી કચ્છની ધરા વધુ નંદનવન બનતી હોય ત્યારે કચ્છની જનતાના દિલમાં આનંદ ઉત્સવ છે. પરંતુ કમનસીબે કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે અને કોંગ્રેસ કચ્છની પ્રગતિ જોઈને સુખી થવાને બદલે દુખી દુખી છે.

Related posts

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી

editor

નર્મદા ડેમ સાઇટ ખાતે ભારતના વડાપ્રધાનશ્રીના આગામી સંભવિત મુલાકાતના સૂચિત કાર્યક્રમના સ્થળોની મહેસુલ મંત્રીશ્રી ચૂડાસમા અને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવીએ લીધેલી મુલાકાત

aapnugujarat

કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય રાજનીતિમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1