Aapnu Gujarat
બિઝનેસ

રેન્સમવેર : ફુલપ્રુફ પ્લાન તૈયાર , ચેતવણી જારી થઇ

સમગ્ર દુનિયાના કોમ્પ્યુટરો પર હાલમાં કરવામાં આવેલા રેન્સમવેર વાનાક્રાય સાઇબર હુમલા બાદ મોદી સરકાર બિલકુલ સાવધાન થઇ ગઇ છે. સાથે સાથે કેટલીક યોજના પણ તૈયાર કરી લેવામાં આવી છે. સરકારે ભારતીય આઇટી સાધનો પર સંભવિત સાઇબર હુમલા પર ચેતવણી જારી કરી છે. સરકારે કહ્યુ છે કે સોફ્ટવેરમાં લુપહોલ હોવાના કારણે હૈકર્સ સાઇબર હુમલાને અંજામ આપી શકે છે અને સિસ્ટમને ઠપ કરી શકે છે. કેન્દ્રિય માહિતી પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યુ છે કે સાઇબર હુમલાના ખતરાને પહોંચી વળવા માટે એક કાઉન્ટર સિક્યુરિટી સિસ્ટમ નેશનલ સાઇબર કોઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરવામા ંઆવી છે. તેમણે કહ્યુ છે કે સાઇબર સુરક્ષાની દિવાળને વધારે મજબુત કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સ્તર પર તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે સિસ્ટમ ૨૪ કલાક સુધી કામ કરનાર છે. જીરો ડેના નામથી ઓળખાતા રેન્સમવેર વાનાક્રાય હુમલામાં હૈકર્સે બિનસુરક્ષિત કોમ્પ્યુટરમાં વાયરસ હુમલા કરીને તેના પર અનધિકૃત કબજો જમાવી લીધો હતો. રેન્સમવેર વાનાક્રાયના હુમલાથી દુનિયાના આશરે ૧૦૦ દેશ પ્રભાવિત થયા હતા. આ વાયરસ હુમલાના કારણે લાખો કોમ્પ્યુટર હેક કરવામા ંઆવ્યા હતા.
સરકારના એક હેવાલમા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રયોગ કરવામાં આવતા લેપટોપ, ડેસ્ક ટોપ અને મોબાઇલ ફોનની સુરક્ષા ખામીની તરફ ઇશારો કરવામા ંઆવ્યો છે. રિપોર્ટમાં તેમના પર સેન્ટ્રલ કન્ટ્રોલની જરૂર વ્યક્ત કરવામા ંઆવી છે. વાનાક્રાય હુમલાના કારણે થનાર નુકસાનને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. સરકારે હૈકર્સે, સાયબર ત્રાસવાદી હુમલા અને ઓનલાઇન હુમલાને રોકવા માટે કેટલીક તૈયારી કરી છે.

Related posts

મંદી ભારતને ચારેય તરફથી ભરડો લઈ લેશે : રથિન રોય

aapnugujarat

નાણાં મંત્રાલયે માન્યું કે થોડી સુસ્ત થઈ છે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ

aapnugujarat

સેન્સેક્સમાં ૪૨૫ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1