ઝારખંડના હજારીબાગ રેલવે સ્ટેશન પર રવિવારે મોડી રાત્રે ટ્વીન બ્લાસ્ટના કારણે ભારે અફડાતફડી મચી ગઈ હતી. લોકોમાં પણ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કોલકતાથી દિલ્હી વાયા ગયા અને ધનબાદની રેલવે લાઈન ઉપર પડતા રેલવે સ્ટેશન પર આ બ્લાસ્ટ થયો હતો. રવિવારે રાત્રે ઓછી તીવ્રતામાં બે બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. આ બ્લાસ્ટમાં એક બાળકને હાથમાં ઈજા થઈ હતી. તેને ધનબાદની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીના સંબંધમાં હજુ સુધી માહતી મળી શકી નથી. સાક્ષીઓના કહેવા મુજબ આ વિસ્ફોટકો એક બેગમાં મુકવામાં આવ્યા હતા. સ્ટેશન ઉપર પડેલી બેગમાં વિસ્ફોટકના સંદર્ભમાં સમસયસર માહિતી મળી શકી ન હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. બ્લાસ્ટમાં કોઈ સંગઠનનો હાથ છે કે કેમ તે અંગે પણ હજુ પુરતી માહિતી મળી શકી નથી.
પાછલી પોસ્ટ