Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલે પીએમ પદ માટે રજૂ કરી દાવેદારી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વડાપ્રધાન પદની દાવેદારી રજૂ કરી છે. તેમને શુક્રવારે નવી દિલ્હીમાં એક સમિટમાં ભાગ લેતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી બાદ જો સહયોગી દળ ઈચ્છશે તો તેઓ જરૂર વડાપ્રધાન બનશે. અમેઠીથી લોકસભા સાંસદ ગાંધીએ તે પણ કહ્યું કે, સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી વધારે સીટો મળશે.રાહુલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, વિપક્ષી દળ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય કરવામા આવ્યો છે કે, ચૂંટણી બે તબક્કાઓમાં યોજવામા આવશે. પહેલા તબક્કાઓમાં અમે મળીને બીજેપીને હરાવીશું. ચૂંટણીના બીજા ચરણમાં અમે વડાપ્રધાન વિશે નિર્ણય કરીશું.પીએમ પદ વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે, સહયોગી દળ ઈચ્છશે તો હું નિશ્ચિત રીતે બનીશ.જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી સમયે તેમના તે નિવેદનનો હવાલો આપવામા આવ્યો હતો, જેમાં તેમને કહ્યું હતુ કે, જો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ વડાપ્રધાન બનશે. સરકાર બનવાની સ્થિતિમાં પોતાની યોજનાનું ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો હું ત્રણ કામ કરીશ. પ્રથમ કામ નાના વેપારીઓ અને લધુ ઉદ્યોગોને મજબૂત કરીશ. બીજો- ખેડૂતોને વિશઅવાસ અપાવીશ કે, તેઓ ખુબ જ મહત્વપૂર્ણ છે. મેડિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરશે.ગાંધીએ કહ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારતની તે સ્થિતિ બની શકે છે જે આજે તેલ ક્ષેત્રમાં સઉદી અરબની છે. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર પ્રહાર કરતાં તેમને કહ્યું કે, મને લાગતું નથી કે, તમે કોઈ એક વર્ગ વિશે વિચારીને દેશનો વિકાસ કરી શકો છો. સમસ્યા તે છે કે, આજે વિભિન્ન સમૂહો વચ્ચે થઈ રહી નથી. નાના-માધ્યમ સ્તરના વ્યાપારીઓ પર ધ્યાન આપવું પડશે. આપણે નોકરીઓ ઉભી કરવી પડશે. બધા સાથે સંવાદ સ્થાપિક કરવા પડશે.રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પણ ખેડૂત ઈચ્છે છે તેમની બધી જ વાતો તમે પૂરી કરી શકતા નથી. જે પણ ઉદ્યોગ જગત ઈચ્છે છે તેમની બધી માંગોને તમે પૂરી કરી શકતા નથી. તેથી તમારે તેમના સાથે સંવાદ કરવું પડશે. સંવાદ દ્વારા જ સમાધાન નિકળશે.ગાંધીએ કહ્યું કે, એકપણ ગંભીર અર્થશાસ્ત્રી નોટબંધીના પક્ષમાં નહી હોય. આ અતાર્કિક અને હાસ્યસ્પદ ચીજ હતી. તેમને કહ્યું કે, જીએસટી પર અમારી વિચારસરણી અલગ હતી. અમે જીએસટીને સરળ રૂપમાં લાગૂં કરવા ઈચ્છતા હતા. જીએસટીનું હેતુ લોકોને હેરાન કરવાનો થતો નથી. શું અમારા લઘુ અને મધ્યમ વ્યાપારીઓ જીએસટીથી ખુશ છે? તેઓ ખુશ નથી તેઓ કહી રહ્યાં છે કે, આને સરળ બનાવો કેમ કે, આ અમને ખત્મ કરી રહી છે.ગાધીએ કહ્યું કે, આ સરકાર અને અમારી સરકારમાં તે પ્રાથમિક ફરક છે કે, અમે ભારતના લોકો પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ વર્તમાન સરકારનું માનવું છે કે, બધુ જ જ્ઞાન તેમની પાસે છે અને તેઓ કોઈ સાથે સંવાદ કરવા ઈચ્છતી નથી.

Related posts

ચીનનો મુકાબલો કરવા અંદમાન-નિકોબારમાં ફાઈટર જેટ તહેનાત કરશે ભારત

aapnugujarat

આરબીઆઇ દ્વારા મોદી સરકારને ચાર પડકારો અંગે ચેતવણી અપાઇ

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતાની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1