Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિઝા બાદ હવે ગ્રીન કાર્ડના નિયમને વધારે કઠોર કરાશે

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હવે એવા નિયમો સુચવવામાં આવ્યા છે જેના કારણે જો પ્રવાસી નાગરિકો સહાયતા, ફુડ સ્ટામ્પ, આવાસ વાઉચર્સ અને અન્ય પ્રકારની સરકારી સહાયતાનો ફાયદો ઉઠાવે છે તો તેમને ગ્રીન કાર્ડ આપવાથી ઇન્કાર કરી શકાય છે. આ નવા નિયમોથી અમેરિકામાં રહેતા હજારો ભારતય લોકોને માઠી અસર થઇ શકે છે. ગૃહ સુરક્ષા મંત્રી દ્વારા સુચિત નિયમો પર ૨૧મી સપ્ટેમ્બરના દિવસે હસ્તાક્ષર કરવામા આવ્યા હતા. તેમને મંત્રાલયન વેબસાઇટ પર મુકવામાં આવી શકે છે. બીજી બાજુ સિલિકોન વેલ સ્થિત ટેક ઇન્ડસ્ટ્રીઝ અને નેતાઓએ તેમની ટીકા કરી છે. નિયમોના કહેવા મુજબ એવા પ્રવાસી જે પોતાની સ્થિતી અથવા તો વીઝામાં ફેરફાર કરવા માટે ઇચ્છુક છે અને જે લોકોએ આવવા માટે અરજી કરી છે તેમને ખાતરી કરવી પડશે કે તેઓકો પણ સમય સરકારની સહાયતા લેશે નહી. ફેસબુક, માઉક્રોસોફ્ટ, ડ્રોપ બોક્સ, યાહુ, અને ગુગલ જેવી કંપનીઓનુ પ્રતિનિધીત્વ કરનાર સંસ્થા દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ પર એવો નિર્ણય એ વખતે આવ્યો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કેટલાક દિવસ પહેલા કેટલીક નવી વિગત સપાટી પર આવી હતી. હકીકતમાં ગ્રીન કાર્ડ નામની કોઇ ચીજ હોતી નથી. કોઇ બીજા દેશથી આવીને અમેરિકામાં રહેતા લોકોને ત્યાં કામ કરવા માટે અને રહેવા માટે એક કાર્ડ આપવામાં આવે છે જેને યુનાઇટેડ સ્ટેટ્‌સ પરમાનેન્ટ રેસિડેન્ટ કહેવામાં આવે છે. ગ્રીન કાર્ડ સાથે જોડાયેલી કેટલીક બાબતો નીચે મુજબ છે. ગ્રીન કાર્ડ ધરાવતા લોકો શરૂઆતના કેટલાક વર્ષો સુધી અમેરિકામાં વોટ નાંખી શકતા નથી. ગ્રીન કાર્ડ હોલ્ડર્સ જ્યારે સંપૂર્ણ રીતે અમેરિકી નાગરિક બની જાય છે ત્યારે તેમને યુએસ પાસપોર્ટ આપવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કઠોર નિત અમલી કરવામાં આવી છે. સિલિકોન વેલી સ્થિત ટેક ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયની ટિકા થઇ રહી છે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં વિરોધ કરાશે તો પણ સૂચિત સુધારાને અમલી કરવાની દિશામાં આગળ વધવામાં આવશે. પ્રવાસીઓને લઇને આ અંગેનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રએ થોડાક દિવસ પહેલા જ એક કોર્ટમાં કહ્યું હતું કે, તે એચ-૪ વિઝા ધારકોને વર્ક પરમિટને રદ કરવાને લઇને ત્રણ મહિનાની અંદર કોઇ નિર્ણય લઇ લેશે. આ નીતિનો સૌથી વધારે લાભ ભારતીય અમેરિકી સમુદાયના લોકોને મળેલો છે. હવે વિઝા બાદ ગ્રીન કાર્ડને લઇને કઠોર નિર્ણય લાગૂ કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર ભારતીયો ઉપર થશે. ગ્રીન કાર્ડને અમેરિકામાં યુનાઇટેડ સ્ટેટ લોફુલ પરમાનેન્ટ રેસિડેન્ટ તરીકે પણ ગણવામાં આવે છે. આ પહેલા તેને એલિયન રજિસ્ટ્રેશન કાર્ડ તરીકે ગણવામાં આવતા હતા. આ સુવિધા હેઠળ ઇમિગ્રન્ટને આપવામાં આવતા કાર્ડનો રંગ ગ્રીન હોય છે જેથી તેને ગ્રીન કાર્ડ પણ કહેવામાં આવે છે જે લોકોને આ કાર્ડ મળે છે તે લોકો અમેરિકામાં હંમેશ માટે રહી શકે છે અને ત્યાં નોકરી કરી શકે છે.

Related posts

ઝિમ્બાબ્વેમાં વ્યાજદરમાં ૧૯૦ ટકાનો વધારો

aapnugujarat

नाइजीरिया में हुए सड़क हादसे में 13 की मौत

editor

USની ધમકીથી ચીન પડ્યુ ઢીલું, જાણો ચીન શું કરવા તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1