Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાની બચતની યોજનાઓ ઉપર વ્યાજદરમાં ૦.૪ ટકાનો વધારો

નાની બચત યોજનાઓમાં મૂડીરોકાણ કરનાર લોકો માટે ખુબ સારા સમાચાર છે. છેલ્લા બે ત્રિમાસિક ગાળાથી નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા પરંતુ હવે ઇંતજારનો અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) અને પીપીએફ સહિત કેટલીક નાની બચત યોજનાઓ માટે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં વ્યાજદરોમાં વધારો કરી દીધો છે. આમાં ૦.૫ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે.
નાની બચત સ્કીમો માટે વ્યાજદરોમાં ત્રિમાસિક આધાર પર સુધારા કરવાની પ્રક્રિયા રહેલી છે. ફિસ્ક્ડ ઇન્કમ માટે આવી યોજનાઓમાં રોકાણ કરવા વાળા લોકોને ઘણા સમયથી વ્યાજદરોમાં વધારો થાય તેનો ઇંતજાર હતો. છેલ્લા બે ત્રિમાસિક ગાળાથી વ્યાજદરમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. તે પહેલા પણ ૨૦૧૮ની જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
નાણામંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે જુદી જુદી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સુધારા કરવામાં આવે છે. પાંચ વર્ષના ફિસ્ક્ડ ડિપોઝિટની રકમ, વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનામાં વ્યાજદરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બચત જમા માટે વ્યાજદરને ચાર ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીપીએફ અને એનએસસી પર વર્તમાન ૭.૬ ટકાની જગ્યાએ હવે ૮ ટકા વ્યાજદર રહેશે. નાણામંત્રાલય દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવેલા સરક્યુલર મુજબ જુદી જુદી બચત યોજનાઓ માટે વ્યાજદરમાં ૩૦થી ૪૦ બેઝિક પોઇન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષ, બે વર્ષીય, ત્રણ વર્ષીય ટાઈમ ડિપોઝિટ ઉપર વ્યાજદરોમાં ૩૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના બેલેન્સ પર વ્યાજદરમાં કોઇ વધારો કરવામાં આવ્યો હતો. આ વ્યાજદરને પહેલાના ચાર ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્ર પર હવે ૭.૭ ટકાના દરે વ્યાજ મળશે. હવે તે ૧૧૨ સપ્તાહમાં પરિપક્વ થશે. સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ માટે સુધારેલા વ્યાજદર ૮.૫ ટકા રહેશે. એકથી ત્રણ વર્ષની જમા અવધિ પર ૦.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જુદી જુદી નાની બચત યોજનાઓ ઉપર વ્યાજદરો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પુરા થયેલા અને પહેલી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રાલય દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પાંચ વર્ષીય ટર્મ ડિપોઝિટ માટે વ્યાજદર ક્રમશઃ ૭.૮, ૭.૩ અને ૮.૭ ટકનો વધશે. બાળકીઓની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં હવે ૮.૫ ટકાનો વ્યાજદર મળશે. હાલમાં જે વ્યાજદર મળે છે તેની સરખામણીમાં ૦.૪ ટકા વધારે વ્યાજદર મળશે. આવી જ રીતે એકથી ત્રણ વર્ષના ટર્મ ડિપોઝિટ ઉપર અગાઉની સરખામણીમાં ૦.૩ ટકાનો વધુ વ્યાજદર મળશે. વર્ષ ૨૦૧૬માં વ્યાજદરની ગોઠવણી ત્રિમાસિક કરવાની જાહેરાત કરતા નાણામંત્રાલયે કહ્યું હતું કે, નાની બચત યોજનાઓના રેટને સરકારી બોન્ડ યિલ્ડ સાથે જોડી દેવામાં આવશે. આ હિલચાલને નાની બચતના દરો સાથે તેમના ડિપોઝિટ રેટને જોડવા સાથેની હિલચાલ તરીકે જોવામાં આવી રહી હતી. સરકાર દ્વારા આજે કરવામાં આવેલા નિર્ણય બાદ નાની બચતની યોજના ધરાવનાર લોકોને વધુ નાણા મળશે. વ્યાજ તરીકે વધુ નાણા મળશે. કિસાન વિકાસ પત્ર પર હવે ૭.૭ ટકાનો વ્યાજદર મળશે. નાની બચત યોજના પર રોકાણ કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી રહે છે.

Related posts

मंदसौर के बाद अब विदेश  की सैर पर कांग्रेस उपाध्यक्ष

aapnugujarat

જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન

aapnugujarat

हिंद महासागर में घुसे चीनी नौसेना के ३ युद्धपोत : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1