Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નવા પડકાર વચ્ચે જુદા જુદા વર્ગ સુધી પહોંચવા કોંગ્રેસની તૈયારી

કોંગ્રેસ પાર્ટી હવે ખાસ અભિયાન ચલાવવાની તૈયારીમાં દેશની સૌથી જુની પાર્ટી આ વર્ષે ધરખમ ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે તે સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા અને જનતા સાથે જોડાયેલા મુદ્દાઓને ફરી ઉઠાવવાની તૈયારીમાં છે. પ્રજા સાથે જોડાઈ જવા માટે નવા અભિયાનમાં સામેલ થવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બે મહિના પહેલા ખાસ વોટબેંકને હાસલ કરવા માટે જુદી જુદી યુનિટ બનાવવાની શરૂઆત કરી ચુક્યા છે. રાહુલની આ નવી તૈયારીમાં અસંગઠિત કર્મચારીઓ, માછીમારો, આદિવાસીઓ, ઓબીસી, વર્કિંગ પ્રોફેશનલ, એનઆરઆઈ સાથે જોડાયેલા એકમોનો સમાવેશ થાય છે. નવા આરટીઆઈ સેલથી લઇને અખિલ ભારતીય કર્મચારી કોંગ્રેસ અને માછીમારો કોંગ્રેસ સુધી ગાંધીના અભિયાનની તૈયારી ચાલી રહી છે. રાહુલ ગાંધી આગામી દિવસોમાં લોકોની વચ્ચે પહોંચવાની પણ યોજના ધરાવે છે. અસંગઠિત સેક્ટરને સંગઠિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રવાસી મજૂરો અને એવા ખુબ ગરીબ લોકો સાથે જોડાઈ જવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. જે પરંપરાગતરીતે કોંગ્રેસ માટે મતદાન કરે છે પરંતુ અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી પાર્ટીઓએ સફળતાપૂર્વક આને પોતાની તરફેણમાં કરી દીધી છે. આ એકમની રચના બીજી ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી. રચનાના થોડાક દિવસની અંદર જ આમા ખુબ ગતિવિધિ જોવા મળી રહી છે. યુનિટ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના પોતાના માળખાને અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે. આનો મુખ્ય હેતુ જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલા કર્મચારીઓની ઓળખ કરીને તેમને ગ્રુપમાં સંગઠિત કરવાનો રહેલો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી દિવસોમાં આદિવાસીઓને પણ ટાર્ગેટ કરવાની યોજના ધરાવે છે.છત્તિસગઢમાં પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાની કામ આદિવાસી મામલાના પૂર્વ મંત્રી વી કિશોર ચંદ્રદેવને સોંપી દેવામાં આવ્યું છે. આદિવાસી કોંગ્રેસમાં પાંચ નાયબ અધ્યક્ષ પણ દેવની મદદ કરવા માટે રહેશે. પૂર્વ મંત્રીએ રાજ્યોના નાયબ અધ્યક્ષો વચ્ચે જવાબદારી વહેંચી લીધી છે. જેથી અભિયાનને વધારે સારા પરિણામથી અંજામ આપી દેવામાં આવશે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ તમામ શહેરોમાં પાર્ટીના જુદા જુદા ચેપ્ટરો માટે વર્કિંગ પ્રોફેશનલોની સાથે જોડાવવાની વિચારધારા રજૂ કરી દીધી છે. શશી થરુરને આની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય પ્રોફેશનલ કોંગ્રેસમાં ચાર રિઝનલ કો-ઓર્ડીનેટર્સ બનાવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે એનઆરઆઈ સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ એનઆઈઆર લોકોના સમર્થન માટે ખાસ તૈયારી ચાલી રહી છે. હાલમાં પાર્ટીના ૧૮ દેશોમાં ઓવર્સીસ સેલ રહેલા છે. રાહુલ ગાંધી સોફ્ટ હિન્દુત્વના મોરચે પણ આગળ વધી રહ્યા છે. હાલમાં તેઓ મંદિર મંદિર દર્શન કરવા જઇ રહ્યા છે. તેઓ લઘુમતિ તરીકેની છાપ દુર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

છેડતી કેસમાં વિકાસ બરાલા બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર

aapnugujarat

434 deaths within 24 hours due to Covid-19; India’s tally reached to 6,04,641

editor

માયા બાદ અખિલેશ લાલુની સાથે હાથ મિલાવવા ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1