Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં સવર્ણોનાં આંદોલને પકડ્યું જોર

ગુજરાતમાં હાર્દિક પટેલના આંદોલનના કારણે ભાજપ સરકાર ભીંસમાં આવી ગઇ હતી. હાર્દિક પટેલનું આંદોલન ઉપરથી કોંગ્રેસેને ચાલતી ગાડીમાં બેસવાનું મળી જતા ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ હતી. ઉપરથી ભાજપ સરકાર તરફથી કોઇ જવાબ ન મળતા તેમના પર માછલા ધોવાયા હતા. પણ હવે ભાજપ માટે વધુ એક મોટી મુસીબત આવી છે. જોકે આ સમસ્યા ગુજરાતમાં નહીં મધ્યપ્રદેશમાં છે.
મધ્યપ્રદેશમાં હાલ સવર્ણોનું આંદોલન જોર પકડી રહ્યું છે. એસસી-એસટી એક્ટના વિરોધમાં થોડા સમય પહેલા જ ઉજ્જૈનમાં કરણી સેનાએ અઢી ત્રણ લાખ લોકોની ભીડ એકઠી કરી હતી. જેના કારણે વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણમાં ગરમી વ્યાપી ગઇ હતી. સામાન્ય વર્ગ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે પદ માટે થયેલું આરક્ષણ હવે જાહેર માર્ગો પર ઉતરી આવ્યું છે.
કરણી સેનાના આ આંદોલનથી ભાજપની સમસ્યામાં વધારો થઇ ગયો છે. તો બીજી તરફ કોંગ્રેસને માગ્યા વિનાનો લાડુ મળી ગયા જેવી સ્થિતિનું અહીં પણ સર્જન થયું છે.
અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગ પણ હાલ કશ્મકશમાં છે. એસસી-એસટી એટ્રોસિટી એક્ટમાં સંશોધન કરીને ભાજપે તેમને લાડવો ખવડાવ્યો, જેથી એ સાબિત થયું કે ભાજપ એસસી-એસટીની પાર્ટી છે. બીજી તરફ આદિવાસી સંગઠન અને યુવા શક્તિઓથી ઉભરતુ ‘જયસ’નો પણ પ્રભાવ વધી રહ્યો છે. આ સંગઠન પણ મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી ભાજપાની સીટો તોડવા માટે કમર કસી રહ્યું છે. માનવું રહ્યું કે તે વિધાનસભાની ચૂંટણીમાં નવા સમીકરણો પેદા કરશે.રજપૂત કરણી સેનાના મધ્યપ્રદેશના સંયોજક રઘુવીર સિંહ બઘેલે કહ્યું હતું કે, એસસી એસટી એક્ટ અને આરક્ષણની સમીક્ષાને લઇ કરણી સેના ૨૩ સપ્ટેમ્બરે ચિત્તોડમાં આ વિશેની રણનીતિ તૈયાર કરશે. બઘેલના જણાવ્યા અનુસાર વિધાનસભામાં અમે તે જ લોકોને સપોર્ટ કરીશું જે આરક્ષણની સમીક્ષા કરશે. જેથી સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવી વાત છે કે, ભાજપ હવે આરક્ષણમાં કોઇ પ્રકારનો બદલાવ લેવા માગતી નથી. અને વિરોધ પક્ષને એક મુદ્દો મળી ગયો છે જેની સીડી ચડી તે ચૂંટણી જીતી શકે છે.રાજપૂત સમાજના મહાસચિવ દીપક ચૌહાણે પોતાની વાત મુકતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એસસી એસટી એક્ટમાં જે સંશોધન કરવામાં આવ્યું છે, તેના દ્વારા સમાજમાં વૈમનસ્યતા ફેલાઇ રહી છે. અમારો વર્ગ કોઇની વિરોધમાં નથી. રાજપૂત સમાજ ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું હતું, સરકાર એવી જ વ્યવસ્થા કરી દે. તપાસ વિના કોઇની પણ ધરપકડ કરવામાં ન આવે.તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, કેટલાક મુદ્દાઓ રાજનીતિથી પરે હોય છે અને સંવેદનશીલ પણ હોય છે.
દેશ અને સમાજના ભાગલા કરવા માટે હોય છે. જેમાં તમામ લોકોએ પોતાની જવાબદારી માનવી જોઇએ. કોંગ્રેસ આ મુદ્દાને હવા આપી રહી છે કારણ કે તેને સમાજ અને દેશ સાથે તેને કોઇ લેવા દેવા નથી.

Related posts

નશામાં ધૂત યુવકે ફ્લાઈટમાં ઈમર્જન્સી ડોરનો ફ્લેપ ખોલવાનો કર્યો પ્રયાસ

aapnugujarat

पाकिस्तान अपनी सोच और आदतें सुधार ले : राजनाथ सिंह

aapnugujarat

મંદસોરમાં કિસાનો વિફર્યા, ટોલ પ્લાઝામાં તોડફોડ, રૂ. ૧૦ લાખની લૂંટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1