નૉર્થ કોરિયાએ એકવાર ફરીથી પોતાના નાપાક પ્રયાસોને અંજામ આપ્યો છે. નોર્થ કોરિયાએ ફરીથી રાજધાની પ્યોંગયોંગ પાસેથી ખતરનાક બેલેસ્ટિક મિસાઇલ છોડી છે. સાઉથ કોરિયાની મિલેટ્રીએ તેની ખાતરી કરી છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર આ મિસાઇલ લગભગ ૫૦૦ કિલોમીટરનું અંતર કાપીને દેશના પૂર્વ વિસ્તારમાં જઇને પડી હતી. નોર્થ કોરિયાની આ હિલચાલ પર વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ તેની ઓછા રેન્જની છોડવામાં આવેલી મિસાઇલોમાંથી એક છે.
આ પહેલા પણ ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની સાથે-સાથે રશિયાને પણ તેના પર ખરીખોટી સંભળાવી હતી. વ્હાઇટ હાઉસથી જણાવવામાં આવ્યુ છે કે ઉત્તર કોરિયાના આ પરીક્ષણથી રશિયા ખુશ થશે નહીં. કારણ કે મિસાઇલ રશિયાની સરહદ નજીકના કેટલાક અંતરે જઇને પડી હતી.