Aapnu Gujarat
રાષ્ટ્રીય

એનએસજીની આવતાં મહિને બેઠક, ભારતની એન્ટ્રી પર હજુ પણ સસ્પેન્સ

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપની બેઠક શક્ય છે આગળના મહિવે સ્વિટ્‌ઝરલેન્ડમાં થવાની છે. આ બેઠક સ્વિસ રાજધાની બર્નમાં થશે, જેમાં ભારતની એન્ટ્રીથી જોડાયેલી ચર્ચાનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં ભારતે એનએસજીના સભ્યપદ માટે મે મહિનામાં જ અપ્લાય કર્યું હતું., પરંતુ ચીનની અવળચંડાઇને કારણે ભારતને એનએસજીનું સભ્યપદ મળી શક્યું નહીં. આ વખતની બેઠકમાં પણ ચીન પોતાનું પ્રભુત્વ જમાવવા તૈયાર છે, એવામાં ભારત હજુ એનએસજીમાં એન્ટ્રી મેળવશે કે નહીં એ સસ્પેન્સ બનેલું છે.
એનએસજીમાં હાજર દેશ ન્યૂક્લિયર મટેરિયલના એક્સપોર્ટ, કલપુર્જે બનાવવા અને ટેક્નોલોજી ટ્રાન્સફર જેવી ચીજો પર કંટ્રોલ રાખે છે. એમાં કુલ ૪૮ સભ્યો છે. ચીનનું કહેવું છે કે ભારતે હજુ પણ એનપીટી પર સહી કરી નથી. એટલા માટે ભારતને એનએસજીમાં સમાવેશ થવા દેવાય નહીં. આટલું જ નહીં ચીનનું કહેવું છે કે જો ભારતને એનએસજીમાં એન્ટ્રી આપવી છે તો પાકિસ્તાનને પણ સમાવેશ કરવો જોઇએ. પાકિસ્તાન પણ એનએસજીની મેમ્બરશિપ માટે અપ્લાય કરી ચૂક્યું છે.એનએસજીની આ બેઠકની અંદર ભારતે એમાં એન્ટ્રી મારવા માટે પૂરું જોર લગાવી રાખ્યું છે. ભારતને મોટાભાગના દેશનું સમર્થન પણ મળેલું છે. પરંતુ ન્યૂઝીલેન્ડ, તુર્કી અને ચીને એમાં અડંગો લગાવી દે છે. તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ગત વર્ષે ભારતને લઇને સકારાત્મક સંદેશ આપ્યો હતો.
હકીકતમાં ભારતની એનએસજી મેમ્બરશિપમાં ચીન જ સૌથી મોટું અડચણ રૂપ છે. એ ભારતની એન્ટ્રી બે તબક્કામાં ઇચ્છે છે. પહેલા એનટી માટે દરેક જરૂરી કરારોને ભારત પૂરા કરે, જેમાં એનપીટીનો પણ સમાવેશ થાય છે. બીજું એ ભારતની સાથે જ પાકિસ્તાનને પણ એનએસજીમાં લાવવા ઇચ્છે છે.

Related posts

સૌથી સફળ ફાઈઝર કંપનીનો રસીની મંજૂરી મેળવવા પ્રયાસ

editor

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

aapnugujarat

बिहार के वैशाली जिले में छेड़खानी का विरोध करने पर १३ लोगों पर फेंका तेजाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1