Aapnu Gujarat
ગુજરાત

પાલનપુર તસ્કરોનો તરખાટઃ એક જ રાતમાં પાંચ દુકાનોના તાળા તોડ્યા

પાલનપુરમાં કિર્તીસ્તંભ રોડ પર આવેલા મારૂતી કોમ્પલેક્ષમાં પાંચ દુકાનના તાળા તોડી તસ્કરોએ અલગ અલગ દુકાનમાંથી રૂપિયા ૩૧ હજારની ચોરી કરી હતી. તેમજ એક સ્ટુડીયોની ઓફીસમાંથી હાર્ડડીસ્ક અને એટીએમની ચોરી કરી હતી. જેમાં એટીએમથી એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ કાર્ડથી અલગ અલગ બે વખત બે બેંકના એટીએમમાંથી રૂપિયા ૧૦ હજાર અને ૧૪ હજાર પાંચસો આમ ર૪,પ૦૦ની રોકડની ચોરી કરી તસ્કરો ભાગી છુટયા હતા. જે અંગે સ્ટુડીયોના માલીક મકબુલભાઈ નુરમહંમદ મન્સુરીએ પાલનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પાલનપુર શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરોને હાથફેરો કરવાનું જાણે ફાવી ગયું છે. અને અગાઉ પણ સીસીટીવીમાં કેદ થયા બાદ હજુ સુધી પોલીસ પકડી શકી નથી. તેના કારણે તસ્કરો ફુલ્યાફાલ્યા હોય તેમ ફરીથી તે જ વિસ્તારમાં આવેલા મારૂતી કોમ્પલેક્ષમાં ગતરાત્રિના સુમારે એડવોકેટ વિજયકુમાર મફતલાલ મોદીની ઓફીસના તાળા તોડી ફાઈલો રફેદફે કરી અને બાજુમાં આવેલ મકબુલભાઈ મન્સુરીના સ્ટુડીયોમાંથી રોકડ રૂપિયા ૧૩ હજારની ચોરી કરી અને તેમના ટેબલના ખાનામાં પડે દેના બેંક અને બેંકઓફ બરોડાના બે એટીએમ કાર્ડની ચોરી કરી અને એટીએમ કાર્ડથી અલગ અલગ એટીએમમાંથી રૂ.૧૦ હજાર અને રૂ.૧૪ હજાર પ૦૦ એમ કુલ ર૪,પ૦૦રકમ એટીએમમાંથી ઉપાડી લીધી હતી.તેમજ સેલટેક્ષ નું કામ કરતા સુભાષચંદ્ર અંબાલાલની ઓફીસનું તાળુ તોડી તેમાંથી રૂપિયા ૧૮ હજારની રોકડની ચોરી કરી હતી. તેમજ બાજુમાં આવેલ મહંમદ યુસુફ ખુફમીયા સૈયદની ઓફીસના તાળા તોડી અંદર સરસામાન વેરવિખેર કરી અને અન્ય દુકાનના તાળા તોડી તસ્કરોએ મકબુલભાઈની ઓફીસમાંથી કોમ્પ્યુટરની યુએસબી હાર્ડડીસ્કની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે અંગે મકબુલભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

લક્ષ્ય સોશ્યલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા વિરમગામના પાણી ભરાયેલા વિસ્તારોમાં ભોજનનું વિતરણ કરાયું

aapnugujarat

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલ કમોસમી વર્ષા

aapnugujarat

ફી નિયમન અંગે ચુકાદાને ભરત પંડ્યાનો આવકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1