ઝારખંડના પલામુ વિસ્તારમાં દહેજ વિરુદ્ધ મુસ્લિમ સમાજે અનોખું અભિયાન શરૂ કર્યુ છે. તેનું નામ મુતાલબય દહેજ અને તિલક રોકો તહરીક છે. તેની સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકો દીકરાઓના લગ્નમાં લીધેલું દહેજ દીકરીના પિતાને પરત કરી રહ્યા છે. આ સાથે લગ્નોમાં દહેજ બંધ કર્યુ છે. આ અભિયાનથી અત્યાર સુધી ૬ કરોડ રૂપિયા દીકરીઓના પિતાને પરત કરવામાં આવ્યા છે.
આ અભિયાનથી પલામુના ત્રણ જિલ્લામાં લગભગ ૩ હજાર ગામો જોડાયા છે. તેમાં આ મુસ્લિમ ગામોમાં મોટા પ્રમાણમાં ફેરફાર થયો છે. લોકો મુજબ પહેલાં ૯૦ ટકા પિતા દીકરીઓના લગ્નમાં દહેજ લેતા હતા પરંતુ હવે માત્ર ૧૦ ટકા લગ્નોમાં જ દહેજ આપવામાં આવે છે. જે લોકો દીકરાનાં લગ્નમાં રોકડા લઇ ચૂક્યા હતા. તે પોતે દહેજની રકમ પરત કરી રહ્યા છે. પલામુમાં બે કરોડ, ગઢવામાં ત્રણ કરોડ અને લાતેહારમાં ૯૦ લાખ રૂપિયા પરત કર્યા છે.
અભિયાનની શરૂઆત ૧૩ એપ્રિલ ૨૦૧૬ના લાતેહાર જિલ્લાના પોખરી નિવાસી હાજી મુમતાજ અલીએ કરી હતી. મુમતાઝ હેન્ડલૂમ વેપારી છે. અને તેમની પાસે લોકો દીકરીઓના લગ્નમાં દહેજ આપવા માટે રૂપિયા ઉધાર લઇ જતા હતા. તે બધા કહેતા હતા કે વરપક્ષ વાળા રોકડ માંગી રહ્યા છે. તે મુશ્કેલી થઇ રહી છે.
કેટલીય વખત મેં તેમની મદદ લીધી હતી. એક દિવસ મેં વિચાર્યુ કે કેમ પરંપરાને ખતમ કરવાની પહેલ કરવામાં આવે. મેં પોખરીમાં મુસ્લિમ પરિવારો સાથે પંચાયત બોલાવી.
દરેક પાસે મત માંગ્યો.દરેક લોકો દહેજ બંધ કરવાના પક્ષમાં હતાં. ત્યારબાદ કમિટીન બનાવી. તે ગામે ગામ ફરીને લોકોને અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કર્યો.
મોટી સંખ્યામાં લોકોએ અમારી અપીલ પર અમલ કરવાનું વચન આપ્યું. ગામોની કમિટીઓ પણ અભિયાનમાં મદદ કરી રહી છે. ઝમેલવા નિવાસી ફતેહ મોહમ્મદ અંસારીએ ૧.૮૭ લાખ રૂપિયા મનિકાના મુસ્તફા અન્સારીએ ૨ લાખ રૂપિયા જમુનાના હુસૈન રાઇને ૧ લાખ રૂપિયા પરત કર્યા છે. આવા સેંકડો નામ છે. જેમણે દહેજ પરત કર્યુ છે.