Aapnu Gujarat
Uncategorized

મગફળી આગ કેસ : ટૂંકમાં એફઆઈઆર દાખલ થશે

મગફળી ગોડાઉનમાં ફાટી નિકળેલી વિનાશકારી આગના મામલામાં ઉંડી તપાસનો દોર હજુ પણ ચાલી રહ્યો છે. શાપર મગફળી આગની ઘટનામાં સીઆઈડી દ્વારા ટૂંક સમયમાં જ હવે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. આને લઇને તમામની નજર કેન્દ્રિત થયેલી છે. મગફળી ગોડાઉન આગની ઘટનામાં તપાસ કરી રહેલી ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટુકડી ટૂંક સમયમાં જ બે એફઆઈઆર દાખલ કરનાર છે. ૭મી મે ૨૦૧૮ના દિવસે સાપરમાં મગફળીના ગોડાઉનમાં આગમાં ૯૮૦ ટન મગફળીનો જથ્થો નાશ પામ્યો હતો. કરોડો રૂપિયાના આ કૌભાંડના ભાગરુપે કેટલાક નવા મામલા સપાટી ઉપર આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. આ તપાસના ભાગરુપે મગફળીની ગુણવત્તાને લઇને પણ તપાસ ચાલી રહી છે. સીઆઈડી ક્રાઈમના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, અમે ટૂંક સમયમાં જ ગોડાઉનના માલિક સામે એફઆઈઆર દાખલ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત આગની ઘટનામાં પણ તપાસ કરવામાં આવશે. બે જુદી જુદી એફઆઈઆર દાખલ કરવામાં આવનાર છે. વરિષ્ઠ તપાસકારનું કહેવું છે કે, ૪૩૬૩૧ બોરીઓ લઘુત્તમ સમર્થન મૂલ્ય પર ખેડૂતો પાસેથી મેળવવામાં આવી હતી. પ્રતિકિલો ૪૫ રૂપિયાના સમર્થન મૂલ્ય પર આ બોરીઓ ખરીદવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટ સપાટી ઉપર આવ્યા બાદ હવે વધુ તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરેરાશ ૩૫ કિલોની બોરીમાં અનિયમિતતા રહેલી હતી. આના ભાગરુપે જુની પેદાશ અને ખરાબ થયેલી મગફળીનો જથ્થો પણ હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, બેદરકારીના ભાગરુપે પણ બાબત રહેલી છે. જૂન ૨૦૧૮માં એફએસએલ દ્વારા સીઆઈડી ક્રાઈમને વિગતવાર અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો જેના ભાગરુપે ઉંડી તપાસ કરાઈ છે.

Related posts

સિંહના સ્વાસ્થ્યની જાળવણી માટે ચકાસણી ઝુંબેશ

aapnugujarat

વટવા ઔદ્યોગિક વસાહતમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

editor

अमरनाथ यात्रा : जामनगर से प्रथम टुकड़ी २६ को रवाना होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1