Aapnu Gujarat
Uncategorized

અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો હથિયાર સોદો

અમેરિકાએ સાઉદી અરબ સાથએ અત્યાર સુધીનો સૌથી મોટો હથિયારસોદો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અમેરિકા એકસો દસ બિલિયન ડોલરના હથિયાર સાઉદી અરબને આપશે. પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે સાઉદી અરબ પહોંચેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પની બે દિવસની આ મુલાકાતમાં સાઉદી અરબ સાથે સાડા ત્રણસો બિલિયન ડોલરના સોદા થયા છે. બંને દેશો વચ્ચે એકસો દસ બિલિયન ડોલરના હથિયારોના સોદા થયા છે. કોઇ પણ દેશ સાથેનો અમેરિકા દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હથિયાર સોદો છે.
ઇરાન સામેની ઝીંક ઝીલવા અને આતંકવાદના ખાતમા માટે આ હથિયારોની ડીલ કરાઇ હોવાનુ વ્હાઇટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યુ હતું. આજે ટ્રમ્પ પચાસ મુસ્લિમ આગેવાનોને સમક્ષ ઇસ્લામ અંગે સંબોધન કરશે. શનિવારે સવારે સાઉદીના પાટનગર રિયાધ પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનુ કિંગ સલમાને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ નવ દિવસના વિદેશ પ્રવાસે છે. જેમાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે. સાઉદી બાદ તેઓ રરમી મેએ ઇઝરાયેલની બે દિવસની મુલાકાત લેશે. ર૩મી મેએ તેઓ પેલેસ્ટાઇન પણ જશે.
બાદમાં ર૪મી મેએ તેઓ વેટિકન સિટી જશે. આ જ દિવસે તેઓ બ્રસેલ્સ જશે. બાદમાં ર૬મી મેએ તેઓ સિસિલીની બે દિવસની મુલાકાતે જશે. અહી જી સેવન દેશોની બેઠકમાં ભાગ લેશે.

Related posts

धारी के मोणवेल गाँव में तेंदुएा दो लोगों का खा गया

aapnugujarat

સોમનાથ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટનું નિર્માણ

editor

અમદાવાદમાં ૫૦ રૂપિયા માટે યુવકની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1