અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં સાઉદીની મુલાકાતે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદીમાં મુરબ્બા પેલેસની બહાર પારંપારિક તલવાર નૃત્ય (સોર્ડ ડાન્સ)માં ભાગ લીધો. આ સમયે સાઉદીના અધિકારીઓ સિવાય વ્હાઇટ હાઉસના બીજા અધિકારીઓ પણ આ ડાન્સમાં ભાગ લીધો. સાઉદી અરબમાં પુરુષોના પારંપારિક તલવાર નૃત્યને ‘અરધા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ડાન્સના સમયે સાઉદીના અધિકારીઓથી ઘેરાયેલા ટ્રમ્પના ચહેરા પર સ્મિત જોવા મળતું હતું. જાહેર કરાયેલા વિડીયોમાં વ્હાઇટ હાઉસના પ્રમુખ રણનીતિકાર સ્વીવ બૈનન, ચીફ ઓફ સ્ટાફ રેંસ પ્રેબસ અને મુખ્ય આર્થિક સલાહકાર ગૈરી કોન્હ જોવા મળી રહ્યાં છે.એક ચેનલના જણાવ્યા અનુસાર શાહી ભોજ પહેલા પારંપારિક સાઉદી અરબ પહેરલાં પુરુષો સાથે વિદેશપ્રધાન રેક્સ ટિલરસન અને વાણિજય મંત્રી બિલ્બર રોસ તેમના ખભા પર તલવાર રાખી નૃત્ય કરતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિય સાથે બે દિવસય સાઉદીની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ તરિકે ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રથમ વિદેશ યાત્રા છે.