ઉત્તર પ્રદેશમાં ગૌ રક્ષા ને લઇને ચાલી રહેલી ચળવળ માટે રાષ્ટ્રીય સ્વયં સેલવક સંઘની મુસ્લિમ વિંગ એક મોટું પગલું ઊઠાવવા જઇ રહી છે. મુસ્લિમ વિંગ રમઝાનમાં રોઝા ખોલવા માટે મેન્યૂ લઇને આવે છે, જેમાં ઇફ્તાર દરમિયાન ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવશે. મીડિયા રિપોટ્ર્ના જણાવ્યા અનુસાર શુક્રવારે ઇફ્તારમાં રોઝા ખોલવા માટે ગાયનું દૂધ અને એમાંથી બનેલી ચીજો સર્વ કરવામાં આવશે.મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સભ્ય મહીરાજ દહવાજ સિંહએ કહ્યું કે આવું પહેલી વખત થઇ રહ્યું છે. જ્યારે રોઝા ખોલતી વખતે ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવશે.
સિંહે કહ્યું કે ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આટલું જ નહીં દૂધથી બનેલા ઘી થ દવાઓ પણ બને છે. એમણે કહ્યું કે ઘી થી સારવાર થાય છે અમે માંસથી બીમારીઓ થાય છે એટલા માટે ગૌ હત્યા પર રોક ખૂબ જ જરૂરી છે.એમણે એવું પણ કહ્યું કે રમઝાન દરમિયાન ગૌ રક્ષા પર સ્પેશિયલ પ્રાર્થના પણ કરાવવામાં આવશે અને એવું પણ કહેવામાં આવશે કે આ કોઇ પાપથી ઓછું નથી. આ પ્રાર્થના દ્વારા સંદેશ આપવામાં આવશે કે ભક્તિ અને ભાઇચારાનો પ્રસાર કરવામાં આવશે, રાષ્ટ્રની એક્તા અને અખંડતાને કાયમ રાખવા માટે સંદેશ પ્રસારિત કરવામાં આવશે. આટલું જ નહીં એમઆરએમના કાર્યકર્તા ગૌ રક્ષા માટે મેસેજ પણ ફેલાવશે.
આગળની પોસ્ટ