Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ઉથલપાથલ જારી રહે તેવા સંકેતો

સતત છ સપ્તાહ સુધી શેરબજારમાં તેજી રહ્યા બાદ ભારતીય ઇક્વિટી બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટીમાં બ્રેકની સ્થિતિ રહી હતી. સેંસેક્સમાં ૦.૬૬ ટકાનો અને નિફ્ટીમાં ૦.૭૮ ટકાનો ઘટાડો રહ્યા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં આઈઆઈપી, ફુગાવાના ડેટા, ડોલર સામે રૂપિયાની ચાલ સહિતના જુદા જુદા પરિબળોની અસર જોવા મળનાર છે. આ તમામ પરિબળો વચ્ચે દલાલ સ્ટ્રીટમાં શેરબજારની દિશા નક્કી થશે. શુક્રવારના દિવસે કારોબારમાં સાપ્તાહિક આધાર પર બીજા સેશનમાં વધારો થયો હતો. ઓટો, મેટલ અને ટેકનોલોજીના શેરમાં તેજી રહી હતી. શુક્રવારના દિવસે સેંસેક્સે ૪૭ પોઇન્ટ ઉછળીને ૩૮૩૮૯ અને નિફ્ટી બાવન પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૯ની સપાટીએ રહ્યો હતો. બજારની દિશા નક્કી કરવામાં જે પરિબળોની અસર થનાર છે તેમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ટ્રેડવોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી રહી છે. મોટા પરિબળોના લીધે બજારમાં ઉદાસીન માહોલ છવાયેલો છે. આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટે ભારતના કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવા અથવા તો સીપીઆઈના આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. ચીજવસ્તુઓ અને સર્વિસની કિંમતમાં ફેરફાર સીપીઆઈ ફુગાવાના આંકડામાં જોવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ આંકડા ઉપર આધારિત રહીને ઓક્ટોબર મહિનામાં તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરશે. સાથે સાથે તેમાં રેપોરેટમાં કોઇ ફેરફાર કરવા જોઇએ કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. રિટેલ ફુગાવો જુલાઈ મહિનામાં નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જૂન મહિનામાં રિટેલ ફુગાવો ૪.૫૨ ટકા ઘટીને જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા થઇ ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન ફુગાવો ૨.૯૧ ટકાથી ઘટીને ૧.૩૭ ટકા સુધી થઇ ગયો છે. આવી જ રીતે ઓગસ્ટ મહિના માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. જુન મહિનામાં આ ફુગાવો ૫.૭૭ ટકા હતો જ્યારે જુલાઈ મહિનામાં તે ૫.૦૯ ટકા હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેના ડેટા જે જુલાઈ મહિના માટેના છે તે બુધવારના દિવસે જારી કરાશે. જૂન મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, ઇલેક્ટ્રીસિટીના ક્ષેત્રમાં સ્થિતિ સારી રહી હતી. રૂપિયો શુક્રવારના દિવસે ૨૬ પૈસા ઉછળીને ૭૧.૭૩ની સપાટી ઉપર પહોંચ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચીનમાં કન્ઝ્‌યુમર પ્રાઇઝ ફુગાવાના ડેટા આવતીકાલે જારી કરવામાં આવનાર છે જ્યારે દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા શુક્રવારે જારી થશે. યુએસ કોર સીપીઆઈ ડેટા અને ઓગસ્ટના સેલ્સ ડેટાના આંકડા ગુરુવાર અને શુક્રવારના દિવસે જારી કરાશે. યુરોપિયન સેન્ટ્રલ બેંક ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ છે. કારણ કે તેના દ્વારા પણ જુદી જુદી માંગ વચ્ચે ચાવીરુપ વ્યાજદરના સંદર્ભમાં ગુરુવારના દિવસે નિર્ણય કરવામાં આવનાર છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ ગુરુવારના દિવસે જ વ્યાજદરને લઇને નિર્ણય લેવામાં આવનાર છે.

Related posts

અમેરિકામાં નોકરી બદલવી ભારતીયો પર પડી રહી છે ભારે

aapnugujarat

हर साल सावन-भादो में रहती है मंदी : सुशील मोदी

aapnugujarat

ભોપાલ : ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1