Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદ ફી પેનલની આજે બેઠક મળશે

અમદાવાદ ફી પેનલની અતિ મહત્વની બેઠક આવતીકાલે મળનાર છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોમાં ફી રેગ્યુલેશન માટેની અમદાવાદ કમિટીની આ બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. તેની પ્રથમ બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થશે તે અંગે વધુ વિગત મળી શકી નથી પરંતુ પાંચ સભ્યોની કમિટીની બેઠકનું નેતૃત્વ પૂર્વ આઈએએસ અધિકારી સી.એલ. મીણા કરનાર છે. કમિટીના અન્ય સભ્યોમાં પ્રાયમરી એજ્યુકેશનના પૂર્વ ડિરેકટર આરસી રાવલ, કડી સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દુર્ગેશ બુચ અને નરેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. કમિટી દ્વારા ઉંચી ફી માટેની અરજીઓ ઉપર વિચારણા કરવામાં આવશે. સાથે સાથે નવા ફી માળખાને કઈ રીતે અમલી કરવામાં આવે તે પાસા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અમદાવાદ ફી કમિટીની આ પ્રથમ વખત બેઠક મળી રહી છે. જ્યારે અન્ય ક્ષેત્રીય કમિટીઓની બેઠક મળતી રહે છે. અમદાવાદ કમિટી અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ અને કચ્છને આવરી લેશે. મોટી સંખ્યામાં સેલ્ફ ફાઈનાન્સ સ્કુલો દ્વારા અમદાવાદ કમિટી હેઠળ ઉંચી ફીની માંગણી કરવામાં આવી છે. જેથી આ કમિટી સામે ઘણા બધા જટીલ પ્રશ્નો છે. આની બિલકુલ વિરૂદ્ધમાં આશરે ૧૫૦ જેટલી સ્કુલો જેમની ફી મર્યાદા હેઠળ છે તે લોકોએ કમિટીને એફિડેવિટ સુપરત કરી દીધા છે. સૂત્રોનું કહેવું છે કે મોટાભાગની સ્કુલો તેમના દસ્તાવેજો તૈયાર કરી રહી છે. ટંૂંકમાં જ અરજીઓ તૈયાર થઈ જશે. ઊંચી ફી કરવા ઈચ્છુક સ્કુલો દ્વારા ૨૪મી ેમેની મહેતલને લંબાવવાની માંગ કરી છે. કમિટીને દસ્તાવેજો સોંપવા માટે ૨૪મી મેની તારીખ નક્કી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ફીને લઈને વાલીઓમાં પણ હાલમાં વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હિન્‍દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ એસોસીએશનને માન્‍યતા

aapnugujarat

१२०० विद्यालयों को मिलेगी अनलिमिटेड इंटरनेट सुविधा

aapnugujarat

અમેરિકામાં એજ્યુકેશન હવે વધુ મોંઘું પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1