Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી અન્ય દેશમાં હોત તો રાજીનામું આપવું પડતઃ કપિલ સિબ્બલ

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોટબંધીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ અન્ય દેશમાં હોત તો તેમણે રાજીનામુ આપવું પડત.  પોતાની પુસ્તક ‘શેડ્‌સ ઓફ ટ્રુથ’ના વિમોચનના અવસર પર કપિલ સિબ્બલે કહ્યું કે, મહાન નેતાએ આપણને નોટબંધી આપી જેના કારણે જીડીપીનો ૧.૫ ટકા ભાગ ગુમાવવો પડ્યો. જો તેઓ અન્ય દેશમાં હોત તો તેઓએ રાજીનામું આપવું પડતે.
સિબ્બલે કહ્યું, જે પ્રકારે જીએસટીને લાગુ કરવામાં આવી તેનાથી મોટું નુકસાન થયું છે. જીએસટી ખૂબજ ઉતાવળે લાગું કરવામાં આવી છે.
સિબ્બલે કહ્યું કે, તેઓ(મોદી) અમારા પર પોલિસી પેરાલિસિસનો આરોપ લગાવે છે. પરંતુ આ પોલિસી પેરાલિસસના કારણે ૮.૨ ટકાની સરેરાશ જીડીપી લઈને આવી હતી જે ભારતના ઈતિહાસમાં ક્યારેય નથી થઈ. તેમણે કહ્યું આજ કોઈ જ પોલિસી પેરાલિસિસ નથી, પરંતુ અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે તે તમે જોઈ શકો છો. આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હત, તેમણે નોટબંધી અને બેરોજગારીના મુદ્દાને લઈને મોદી સરકાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર ૨૦૧૪માં આપેલું વચન પૂર્ણ નથી કર્યું. તેઓએ કહ્યું કે, મોદી સરકારમાં ખેડૂતો અને યુવાનો પરેશાન છે અને દલિતો અને અલ્પસંખ્યકોમાં અસુરક્ષાનો માહોલ છે. દેશમાં કૃષિ સંકટની સ્થિતિ છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. યુવાનો બે કરોડ નોકરીઓની રાહ જોઈ રહ્યા છે.

Related posts

पेट्रोल और सोना हुआ महंगा, बढ़ाई गई एक्साइज ड्यूटी

aapnugujarat

રાહુલ ગાંધીના ૫૫ લાખ નવ કરોડમાં કઈ રીતે ફેરવાયા : સંબિત પાત્રા

aapnugujarat

પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીથી બહાર કરવા નીતિશકુમારનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1