Aapnu Gujarat
મનોરંજન

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો તૂટી ગયા

ઓસ્કાર વિજેતા અભિનેતા લિઓનાર્ડો ડીકેપ્રીઓના તેના પ્રેમિકા સાથે સંબંધો હવે તૂટી ગયા છે. લિઓનાર્ડોના મોડેલ નીના એજડલ સાથે સંબધો હતા પરંતુ ચાર દિવસ પહેલા જ તેમની વચ્ચેના સંબંધોનો હવે અંત આવી ગયો છે. આ સંદર્ભમાં વધારે માહિતી મળી શકી નથી પરંતુ બંને અલગ થઈ ગયા છે. લિઓનાર્ડો ડીકેપ્રીઓના વિતેલા વર્ષોમાં અનેક સ્ટાર અભિનેત્રીઓ સાથે સંબંધ રહી ચુક્યા છે પરંતુ કોઈની સાથે પણ તેના સંબંધો લાંબા સમય સુધી ચાલ્યા નથી. બંને વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા બાદ બંનેએ હવે સ્વૈચ્છિક રીતે અલગ થઈ જવાનો નિર્ણય કર્યો છે. માહિતીગાર સૂત્રોએ કહ્યું છે કે બંને સારી ભાવના સાથે એકબીજાના મિત્રો રહેવા માટે રાજી થયા છે. છેલ્લા એક વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં હતા. થોડાક દિવસ પહેલા જ તેમની વચ્ચે બ્રેકઅપની સ્થિતિ સર્જાઈ હતી. આ બંને છેલ્લે નવમી મેના દિવસે વેસ્ટ હોલિવુડમાં એક રેસ્ટોરન્ટમાં સાથે નજરે પડ્યા હતા. તેમની વચ્ચે મતભેદો માટેના કારણો જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ કોઈ વિગત મળી શકી નથી. ટાઈટેનિક સ્ટાર રવિવારના દિવસે માલીબુમાં મિત્રો સાથે નજરે પડ્યા બાદ તેમની વચ્ચેના સંબંધોનો અંત આવ્યો છે. નીનાના ૨૫માં જન્મ દિવસના પ્રસંગે આ બંને બેવર્લી હિલ્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાથે નજરે પડ્યા હતા. માર્ચ મહિનામાં બંને બે વખત સાથ ેદેખાય હતા. એમ માનવામાં આવી રહ્યું હતું કે તેમના સંબંધો નવી ઊંચાઈ પર જશે પરંતુ એકાએક તેમની વચ્ચે મતભેદો સર્જાયા હતા અને બંને છુટા પડ્યા છે. જોકે આ સંદર્ભમાં હોલિવુડના સુપર સ્ટાર અભિનેતા લિઓનાર્ડો ડીકેપ્રીઓ તરફથી કોઈપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બીજી બાજુ મોડલ અને અભિનેત્રી નીના તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. લીયો સૌથી મોંઘા સ્ટાર પૈકી એક છે.

Related posts

गलती से मिस्टेक :मौनी रॉय ने रक्षा मंत्री राजनाथ सिंह को किया टैग

editor

તુષાર કરીના કપૂર માટે ૧૨-૧૪ કલાક રાહ જોતો હતો

aapnugujarat

सोनू सूद ने अवैध निर्माण केस में सुप्रीम कोर्ट में दायर याचिका

editor

Leave a Comment

UA-96247877-1