Aapnu Gujarat
મનોરંજન

આજે હું જે કંઇ છું એ સલીમ ખાનને કારણે છું : શાહરુખ

બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે પંકાયેલા સુપર સ્ટાર ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે આજે હું જે કંઇ છું એ સુપર સ્ટાર સલમાન ખાનના સ્ક્રીપ્ટ રાઇટર પિતા સલીમ ખાનને કારણે છું. ’દિલ્હીથી પહેલીવાર મુંબઇ આવ્યો ત્યારે અહીં કોઇને પિછાણતો નહોતો. મને સલીમ ખાનસાહેબે ખૂબ સપોર્ટ આપેલો અને ઘણીવાર મારું ભોજન પણ એમને ત્યાં થતું. મારા સંઘર્ષના દિવસોમાં એમણે મને ખૂબ સહકાર અને સાથ આપ્યો. આજે હું શાહરુખ ખાન તરીકે ઓળખાઉં છું એનો યશ સલીમ ખાનને જાય છે’ એમ તેણે કહ્યું હતું. પોતાના દોસ્ત અને સુપર સ્ટાર એવા સલમાન ખાનના હિટ ટીવી શો દસ કા દમમાં શાહરુખ ખાને એ બંનેની માનીતી હીરોઇન રાની મુખર્જી ચોપરા સાથે હાજરી આપી હતી. શાહરુખ ખાને  રાની સાથે હાજરી આપી એ એપિસોડ દસ કા દમનો છેલ્લો એપિસોડ ગ્રાન્ડ ફિનાલે હતો. શાહરુખ ખાને સલમાન ખાનની ડાન્સ કરવાની સ્ટાઇલની રમૂજી મિમિક્રી પણ કરી હતી અને સલમાનને ખરાબ ન લાગે એ રીતે એની ઠેકડી પણ ઊડાવી હતી. એણે કહ્યું કે આજે ટીવી શોમાં હું સલમાન ખાનને કારણે આવ્યો છું. એ મને જ્યાં બોલાવે ત્યાં હું જઇશ. આ પ્રસંગે શાહરુખ અને રાનીએ પોતાની કુછ કુછ હોતા હૈ ફિલ્મને યાદ કરી હતી જેમાં સલમાન ખાને એક કેમિયો રોલ કર્યો હતો. હાલ શાહરુખ આનંદ એલ રાય સાથે ઝીરો ફિલ્મ કરી રહ્યો છે જ્યારે સલમાન ખાન અલી અબ્બાસ ઝફર સાથે ભારત ફિલ્મ કરી રહ્યો છે.

Related posts

‘पति पत्नी और वो’ मैं अलग हूं : भूमि

aapnugujarat

દીપિકા સાથે તેની તુલના કરવી અયોગ્ય : જેક્લીન

aapnugujarat

મારે આર્મીમાં જોડાવું હતું : માહી ગીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1