Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામના આનંદ મંદિર અને ત્રિપદા સ્કુલમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર સ્કુલ તથા ત્રિપદા સ્કુલ ખાતે જન્માષ્ટમી પુર્વે કૃષ્ણ જન્મોત્સવની ધામધુમ પુર્વક હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આનંદ મંદિર સ્કુલના ૭૦થી વધુ વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષામા અને ૩૦થી વધુ વિદ્યાર્થીનીઓ રાધાની વેશભૂષામા આવ્યાં હતાં. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાસ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આનંદ મંદિર સ્કુલ ખાતે મટકી થોડી ઉંચાઇ પર બાંધવામાં આવેલ હોવાથી પીરામીડ બનાવીને મટકી ફોડવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના જયઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળામાં આયોજિત મટકી ફોડ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને માણવામાં આવ્યો હતો.
(તસવીરઃ- વંદના વાસુકિયા)

Related posts

પીઓકેમાંથી એમબીબીએસ કરનાર ભારતમાં પ્રેક્ટિસ નહીં કરી શકે

editor

કોરોના સંક્રમણ ઘટતાં પાંચ રાજ્યોમાં ફરીથી સ્કૂલ કોલેજાે ચાલુ થશે

editor

कक्षा-१२ सामान्य प्रवा : अंग्रेजी माध्यम का सबसे अधिक ७४.२० प्रतिशत परिणाम रहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1