Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં સાત પરિબળોની અસર જોવા મળે તેવી શક્યતા

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં સાત પરીબળોની અસર બજાર પર જોવા મળી શકે છે. આ સપ્તાહમાં બજારમાં ઉતાર ચઢાવની સ્થિતિ વચ્ચે કારોબારીઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવે તેવી શક્યતા છે. ૧૪મી મેથી ૧૯મી મેના ગાળા દરમિયાન સાપ્તાહિક આધાર પર સેન્સેક્સમાં ૦.૯ ટકા અને નિફ્ટીમાં ૦.૨૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારના દિવસે સેન્સેક્સ ફ્લેટ રીતે ૩૦૪૬૪ની સપાટીએ રહ્યો હતો. ઈન્ટ્રા ડેના ગાળા દરમિયાન ૩૭૪ પોઈન્ટના સ્વીંગની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે નિફ્ટી ૧.૫૫ પોઈન્ટ ઘટીને ૯૫૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીથી નીચે રહ્યો હતો. જીએસટીના મોરચે સારી પ્રગતિ જોવા મળી રહી છે. રેકોર્ડ એફઆઈઆઈ પ્રવાહ, અપેક્ષા કરતા સારા ત્રિમાસિક ગાળાના પરિણામો, આ વર્ષે સારા વરસાદને લઈને આશાવાદ જવા પરીબળો દલાલ સ્ટ્રીટના કારોબાર ઉપર જોવા મળી શકે છે. ચાવીરૂપ ઘટનાક્રમમાં જીએસટી કાઉન્સિલે દેશમાં ચાર ટેક્સ સ્લેબ નક્કી કરી દીધા છે જેમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાનો સમાવેશ થાય છે. ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત સર્વિસ ઉપર આ રેટ લાગુ પડશે. સ્વતંત્ર ભારત બાદથી સૌથી મોટા ટેક્સ સુધારાને અમલી કરવાનો રસ્તો સાફ થઈ ચુક્યો છે. ચીજવસ્તુઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યા બાદ પહેલી જુલાઈથી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. જીએસટીને લઈને વધુ સ્પષ્ટતાની અસર આવતીકાલે બજારમાં કારોબાર ઉપર જોવા મળી શકે છે. ટેલિફોન બિલ, ઈન્સ્યોરન્સ, બેન્કીંગ સર્વિસ, બિઝનેસ ક્લાસ વિમાની યાત્રા જેવી ચીજવસ્તુઓ જીએસટીમાં મોંઘી બની શકે છે. જેથી આ સેકટર સાથે સંબંધિત શેર પર માઠી અસર થવાની શક્યતા છે. બીજી બાજુ ગેઈલ ઈન્ડિયા, તાતા મોટર્સ, લુપિન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, આઈટીસી, ટેક મહિન્દ્રાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ટેકનિકલ પરીબળની અસર પણ જોવા મળી શકે છે. બીજી બાજુ ફેડરલ ઓપન માર્કેટ કમિટી દ્વારા ૨૪મી મેના દિવસે મહત્વની જાહેરાત કરવાની તૈયારી કરી છે. વૈશ્વિક ઘટનાક્રમ અને અમેરિકાની રાજનીતિમાં જોવા મળી રહેલી ઉથલ પાથલની અસર નવા સત્ર પર જોવા મળશે. દલાલ સ્ટ્રીટમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં સાત મુખ્ય પરિબળોની સીધી અસર રહેશે. આ સાત પરિબળોજાણકાર લોકોનું કહેવું છે કે, વૈશ્વિક પરિબળોની અસર પણ જોવા મળશે. નવા સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીની સપાટી ઉપર નજર રહેશે. અમેરિકામાં પેરોલના આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે. અમેરિકન અર્થતંત્રને મોટી રાહત મળે તેવા ઘટનાક્રમમાં અમેરિકામાં બેરોજગારીનો દોર ઘટીને ૪.૪ ટકા થયોછે જે ૧૦ વર્ષની નીચી સપાટી દર્શાવે છે. એપ્રિલ મહિનામાં રોજગારીના આંકડામાં વધારો થયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા આગામી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપવામાં આવ્યા છે. બેરોજગારીના દરમાં ઘટાડો થતાં આ સપાટી મે ૨૦૦૭ બાદથી સૌથી નીચી સપાટી છે. જે દર્શાવે છે કે, અમેરિકા રોજગારીના મોરચે રિકવરીના માર્ગ ઉપર છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જારી તંગદિલીની અસર બજાર ઉપર દેખાઈ રહી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલીના કારણે પણ શેરબજાર ઉપર અસર થઇ શકે છે. ભારત સહિતના વૈશ્વિક નાણાંકીય બજારો ઉપર તેની માઠી અસર થશે. ઉત્તર કોરિયાએ અમેરિકાના કોઇપણ હુમલાના કેસમાં અમેરિકા પર પરમાણુ હુમલા કરવાની ચેતવણી આપી છે.

Related posts

કુલ ૮ કંપનીઓની મૂડીમાં ૪૮,૪૩૪ કરોડનો ઘટાડો

aapnugujarat

૨૦૨૦-૨૧માં દેશને ૮૧.૭૨ અરબ ડોલરનું એફડીઆઇ મળ્યું

editor

कोल इंडिया की बिजली क्षेत्र को कोयला आपूर्ति में 7% गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1