Aapnu Gujarat
મનોરંજન

કંગના રનૌત મણિકર્ણિકા ફિલ્મનું ડાયરેક્શન કરવા લાગી

ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌત મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીમાં અભિનય કરતાં કરતાં હવે ફિલ્મનું ડાયરેક્શન કરવા માંડી હોવાની માહિતી મળી હતી. સેટ પર હાજર મિડિયા મેને જોયું હતું કે ક્લીપબોર્ડ પર કંગનાનું નામ ક્રિયેટીવ ડાયરેક્ટર તરીકે લખેલું હતું. આમ તો ક્રીશ આ ફિલ્મના ડાયરેક્ટર છે. જો કે આવું હોય તો બહુ સ્વાભાવિક છે કારણ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની આ ફિલ્મ કંગના પહેલાં કેતન મહેતા સાથે કરવાની હતી અને કેતન મહેતાએ આ વિષયમાં ઘણું ઊંડું સંશોધન કર્યું હતું. કંગના પોતાની આ ફિલ્મ કરી રહી છે એવી ધારણાથી તેમણે એ બધું સાહિત્ય કંગનાને આપ્યું હતું. દરમિયાન, કેતનની તબિયત સારી નહોતી એેનો લાભ લઇને કંગનાએ ક્રીશની સાથે આ ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીના નામે કામ શરૃ કરી દીધું હતું.મુંબઇથી પચાસ સાઠ કિલોમીટર દૂર આવેલા ઉપનગર કર્જતમાં આવેલા એનડી સ્ટુડિયોમાં આ ફિલ્મના કેટલાક સીન્સ નવેસર શૂટ થઇ રહ્યા છે જેનું ડાયરેક્શન કંગના કરી રહી છે એવું મિડિયાના ધ્યાનમાં આવ્યું હતું. નિર્માતા નિશાંત પીટ્ટીએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું ક્જ ક્રીશ હાલ એનટીઆરની બાયો-ફિલ્મના કામમાં બીઝી છે એટલે કંગના ડાયરેક્શન સંભાળી રહી છે.

Related posts

यूजर ने शेयर किया अर्थी पर लेटे सुशांत का वीडियो तो आग बबूला हुई अंकिता

editor

ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ વારાણસીની હોટલમાં કરી આત્મહત્યા

aapnugujarat

करियर की शुरुआत में किया भयानक परिस्थितियों का सामना : लोपेज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1