Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ચોથી ટેસ્ટ મેચ શરૂ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ આવતીકાલથી સાઉથમ્પટનના મેદાન ખાતે શરૂ થઇ રહી છે.નોટિંગ્હામ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડ પર ૨૦૩ રને જીત મેળવી લીધા બાદ આ શ્રેણી હવે વધારે રોમાંચક બની ગઇ છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો જુસ્સો આસમાને છે. ભારત આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીને ૨-૨ કરી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ શરૂઆતની બે ટેસ્ટ મેચો જીતીને શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. ભારત ટીમની હજુ સુધી આ શ્રેણીમાં લીડ મેળવવા માટે બાકીની બે ટેસ્ટ મેચોમાં જીત મેળવવી પડશે. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્‌સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. ટિકા ટિપ્પણી વચ્ચે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. વિરાટ કોહલી હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે.ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જોઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમાં તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્‌સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે.

Related posts

BJP’s growing stature is big threat to democracy : Swamy

aapnugujarat

किसान कर्जमाफी का क्रेडिट कल्चर पर पड़ता है असर : आरबीआई गवर्नर शक्तिकांत दास

aapnugujarat

Pakistan defeated South Africa by 49 runs in World Cup

aapnugujarat

Leave a Comment

UA-96247877-1