Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હાલ મોટી સંખ્યામાં યુવાનો અલકાયદા સાથે જોડાયા

સવાદના મોરચા ઉપર અનેક ખતરનાક પ્રવાહ ઉભરીને સપાટી ઉપર આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૦ બાદ આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં આશરે ૧૩૦ સ્થાનિક યુવા જુદા જુદા ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થઇ ગયા છે. આમાથી મોટાભાગના યુવાનો આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન અલકાયદા સાથે વૈચારિક કનેક્શન રાખનાર જુથોમાં જોડાયા છે. ૩૧મી જુલાઈ સુધી ૧૩૧ યુવાનો જુદા જુદા ત્રાસવાદી સંગઠનો સાથે જોડાઈ ગયા છે. આમાથી સૌથી મોટી સંખ્યા દક્ષિણ કાશ્મીરના સોપિયન જિલ્લાની છે જ્યાંથી ૩૫ યુવાનો ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થઇ ગયા છે. ગયા વર્ષે ૧૨૬ સ્થાનિક લોકો આ સંગઠનોથી જોડાઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક યુવાનો અન્સાર ગજવત ઉલ હિંદમાં સામેલ થઇ રહ્યા છે. આ સંગઠન અલકાયદાના સમર્થનનો દાવો કરે છે. તેનું નેતૃત્વ ઝાકીર રશીદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઝાકીર રશીદને મૂળભૂતરીતે ઝાકીર મુસા તરીકે ગણવામાં આવે છે જે પુલવામા જિલ્લાના ત્રાલ ક્ષેત્રના એક ગામનો નિવાસી છે. આ ગ્રુપની સ્વીકાર્યતા ધીમે ધીમે વધી છે. કારણ કે, મૂસા એકમાત્ર એવો ત્રાસવાદી છે જે ત્રાસવાદીએ હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી નેતાઓના પ્રભુત્વને ખતમ કર્યું છે. તે કાશ્મીરને રાજકીય મુદ્દો ગણાવીને આગળ વધી રહ્યો છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિ પર નજર રાખનાર અધિકારીઓનું કહેવું છે કે, સરિયત અથવા તો શહાદતના મૂસાના નારાથી યુવાનો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તેના નારાએ પાકિસ્તાનના સમર્થનવાળા વર્ષો જુના નારાની જગ્યા લઇ લીધી છે. હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી બુરહાન વાનીના મોત બાદ ૨૪ વર્ષીય ઝાકીર મુસાએ યુવાનોને પ્રભાવિત કર્યા છે. બુરહાન વાની ૨૦૧૬માં સુરક્ષા દળોના હાથ ઠાર થયો હતો. ત્યારબાદથી અનેક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ખીણમાં અનેક યુવાનો મુસાની જેમ ઉભરી આવવા માટે ઇચ્છુક છે. સપ્ટેમ્બર ૨૦૧૧માં અફઘાનિસ્તાનમાં ગઠબંધન હુમલામાં કેટલાક કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. મુસા નાયક નામનો શખ્સ અગાઉ પણ સક્રિય રહી ચુક્યો છે. પ્રતિબંધિત આઈએસ સાથે સંબંધ ધરાવનાર ત્રાસવાદીઓમાં યુવાનો વધુ જોડાઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીના અધિકારીઓના કહેવા મુજબ સોપિયન, પુલવામા, અનંતનાગ, પુલગામ, અવંતીપુરા જિલ્લા સૌથી વધારે અશાંત દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ યુવાનો ત્રાસવાદી સંગઠનમાં જોડાઈ રહ્યા છે. કાશ્મીર ખીણમાં પાંચ જિલ્લામાં ૧૦૦થી વધુ યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે.

Related posts

RBI गवर्नर का अलर्टः खड़ी हो सकती हैं चुनौतियां, बैंक रहें तैयार

aapnugujarat

સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭.૫૦ કરોડમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના રાઇટ્‌સ મેળવ્યાં

aapnugujarat

મહાભિયોગ દરેક સમસ્યાનું નિવારણ નથી : જસ્ટિસ ચેલમેશ્વર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1