Aapnu Gujarat
ગુજરાત

બૂટલેગરોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપનાર વડોદરાનાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

આજવા રોડ પર બુટલેગરે બનાવેલા વિદેશી દારૂના ગોડાઉન પર સ્ટેટ વિજીલન્સે રેઇડ પાડીને રૂપિયા ૮.૩૮ લાખના દારૂ, જીપ સહિત કુલ ૧૩.૪૬ લાખનો મુદ્દામાલ જપ્તકરી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા.
ત્યારબાદ બુટલેગરો સાથે સંકળાયેલા અન્ય ત્રણ શકમંદોને પુછપરછ માટે બોલાવતા આ ત્રણને બાપોદ પોલીસ મથકમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા વિવાદ સર્જાયોહતો. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ વડોદરા પોલીસના ડીસીપી સરોજકુમારીએ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ હનીફ, રમેશ અને મહેન્દ્રને સસ્પેન્ડ કર્યા છે.જ્યારે પીઆઈ જોગલ અને પીએસઆઈ ઓ બી મજબૂલ પણ આ મામલામાં દોષિત ઠર્યા હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવતા વડોદરાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.ઉલ્લેખનીય છે કે સ્ટેટ વિજીલન્સને મળેલી બાતમીનાં આધારે આજવા રોડ રામદેવનગરની સામે કિસાનનગરમાં બુટલેગરે ઉભા કરેલા પતરાના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.પોલીસે વિદેશી દારૂની ૧૭૪ પેટી કિંમત રૂપિયા ૮.૩૮ લાખ, મહેન્દ્રા બોલેરો પીકઅપવાન કિંમત રૂપિયા પાંચ લાખ તથા ૮ મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૧૩.૪૬ લાખની મત્તા જપ્ત કર્યો હતો.જેમાં ત્રણ આરોપીઓ મુકેશ નારણદાસ મખીજાની (રહે. શરદનગર તરસાલી), રાજેશ ઉમેદભાઇ માછી (રહે. રામદેવનગર આજવા રોડ) અને હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી (રહે. સંતકંવર કોલોની વારસીયા)ની ધરપકડ કરી સ્ટેટ વિજીલન્સે આરોપીઓને બાપોદ પોલીસને સોંપ્યા હતા.બાપોદ પોલીસ અને બુટલેગરો વચ્ચેની ચાલતી સાંઠગાંઠને કારણે સ્થાનિક પોલીસે દરોડો પાડયો નહીં પરંતુ સ્ટેટ વિજીલન્સ વિભાગે દરોડો પાડયો ત્યારબાદની કામગીરી બાપોદ પોલીસે કરવાની હોય છે જેને ધ્યાનમાં રાખી બાપોદ પોલીસે ત્રણ આરોપીના અન્ય સાથીદારોને ઝડપી પાડવા કાર્યવાહી હાત ધરી હતી. જેમાં વધુ ત્રણ શકમંદને પુછપરછ માટે બોલાવ્યા હતા તેમાં સોનુ નામના વ્યકિતની બાપોદ પોલીસે ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરી હતી.ત્રણ શક મંદોને પુછપરછ દરમ્યાન પોલીસ સ્ટેશનમાંજ વીઆઇપી ટ્રીટમેન્ટ આપવાની શરુ કરી હતી.આ ત્રણ શકમંદને હોટલમાંથી મનપસંદ જમવાનું મંગાવીને પોલીસ સ્ટેશનમાંજ જમાડયા હતા. જેનો વિડિયો વાયરલ થયો હતો.

Related posts

જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ ખાતે મિડીયા સેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

aapnugujarat

આસારામ આશ્રમમાં લોહીથી લથપથ હાલતમાં સાધક મળ્યો

aapnugujarat

ઘરફોડ ચોરીના મુદામાલ સાથે બે ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1