Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૫૧ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૫૧ પોઇન્ટ ઉછળીને ૩૮૩૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેની સોદાબાજી દરમિયાન બીએસઈ સેંસેક્સ ૩૮૪૮૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૧૧૬૨૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ફાર્મા કંપનીઓના શેરમાં તેજીનો દોર રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. લ્યુપિન, સિપ્લા, કેડિલા, ડોક્ટર રેડ્ડી લેબ, સન ફાર્મા સહિતની કંપનીઓના શેરમાં ૧થી ૫ ટકા વચ્ચેનો ઉછાળો જોવા મળ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ૨.૩૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બોર્ડના ડિરેક્ટરોએ આજે મળેલી બેઠકમાં બાયબેકને મંજુરી આપી હતી. એશિયન શેરબજારમાં પણ આજે ઉથલપાથલ રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય સ્થિતિને લઇને અડચણો ઉભી થઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દા ઉપર ખેંચતાણ ચાલી રહી છે. છેલ્લા ચાર કારોબારી સેશનમાં આરઆઈએલની માર્કેટ મૂડીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. શેરબજારમાં આ સ્થિતિ હાલ અકબંધ રહે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો.આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો.
ક્રૂડ ઓઇલના ઉતારચઢાવ, મોનસુનની પ્રગતિ, વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા માર્કેટની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮માં વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.

Related posts

आईफोन यूज नहीं करते वॉरेन बफेट पर खरीदने को तैयार पूरी कंपनी

aapnugujarat

જીસેટ-૬એ સાથે સંપર્ક તુટી ગયો : ઇસરો

aapnugujarat

सेंसेक्स 73 अंक लुढ़का

aapnugujarat

Leave a Comment

UA-96247877-1