Aapnu Gujarat
રમતગમત

એશિયન ગેમ : શૂટર રાહીએ ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરો દ્વારા શાનદાર દેખાવ જારી રાખવામાં આવ્યો છે. મહિલા શૂટર રાહી સરનોબતે આજે ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. આની સાથે જ એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા વધીને ૧૧ થઇ છે. થાઈલેન્ડની નફસવણને હાર આપી હતી. રાહી અને થાઈલેન્ડની નફસવણ બંનેનો સ્કોર ૩૪ ઉપર રહ્યા બાદ શૂટ ઓફનો ટેકો લેવામાં આવ્યો હતો. પ્રથમ શૂટ ઓફમાં રાહી અને હરીફ ખેલાડીએ પાંચમાંથી ચાર શોટ લગાવ્યા હતા. બીજી બાજુ મનુ ભાસ્કરને ફાઈનલમાં નિરાશા હાથ લાગી હતી. ભારતને બે ગોલ્ડ શૂટિંગમાં અને બે ગોલ્ડ કુશ્તીમાં મળ્યા છે. ચંદ્રક ટેબલમાં ભારત સાતમાં ક્રમાંકે છે. ભારત તરફથી ૨૭ વર્ષીય રાહીએ આજે જોરદાર રમત રમી હતી. ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર રાહી છઠ્ઠી ભારતીય બની છે.

Related posts

बांग्लादेश के खिलाफ सीरीज के लिए टीम इंडिया का एलान

aapnugujarat

અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યપક્ષ પદેથી હટાવાયા

editor

દ્રવિડ પર કટાક્ષ : મેં 2 વાર એશિયા કપ જીતાડ્યો : RAVI SHASTRI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1