Aapnu Gujarat
શિક્ષણ

ડીપીએસ બોપલમાં (‘Life Around You’) અંગે ફોટો પ્રદર્શન

આજે દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી ડે પ્રસંગે એક ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયાભરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટના રોજ ઉજ્જવવામાં આવે છે. આ સમારંભમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનનું ઉદઘાટન  ઈડબલ્યુ લીંક્સ ઓફ, સર્બીયાના સીઈઓ મિસ. જેલેના ડ્યુટીનાએ કર્યું હતું.

વિદ્યાર્થી ફોટોગ્રાફરોએ  તેમના ફોટોગ્રાફી  કૌશલ્ય દ્વારા આસપાસના જીવન (‘Life Around You’)  વિષય ઉપર પોતાની મૌલીક સર્જકતા પ્રદર્શિત કરી હતી. વિદ્યાર્થી ફોટોગ્રાફર્સની ટીમ ફોટોગ્રાફીના શિક્ષકો  તથા આર્ટ અને ક્રાફટ કમિટી  દ્વારા સંયુક્તપણે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

દિયોદરની વાત્સલ્ય સ્કુલમાં ભણતી ધો.૨ની દિતિ ત્રિવેદીને ઈન્ડિયા બુકમાં સ્પેલેડીડ મેમેરી કેટેગરીમાં સ્થાન મેળવ્યું

aapnugujarat

જીટીયુમાં ચોરીના સંદર્ભે ૩૦૬ વિદ્યાર્થીઓને સજા

aapnugujarat

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1