Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટેસ્ટ મેચ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આજથી નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્‌સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ક્રિકેટ પ્રેમીઓ દ્વારા વ્યાપક ટિકા કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં ટીમ મેનેજમેન્ટ અને ટીમ પર જીતવા માટેનુ દબાણ વધી ગયુ છે. ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. યજમાન ઇંગ્લેન્ડની ટીમ ભારત પર ૫-૦થી શેરેણી જીતવા માટેની વાત કરીરહી છે. ટિકા ટિપ્પણી વચ્ચે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં કોહલીએ જોરદાર દેખાવ કર્યા બાદ તેના પર ખાસ નજર રહેશે. જો કે ફ્લોપ રહેલા અન્ય ખેલાડીઓ પણ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જોઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમાં તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્‌સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. હાલમાં ઇંગ્લેન્ડ ૨-૦ની લીડ ધરાવે છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે.

Related posts

આગામી ચૂંટણીમાં લાભ લેવા કોંગ્રસની આક્રમક વ્યૂહરચના

aapnugujarat

સીઆરપીએફ કેમ્પ પર હુમલા બાદ વ્યાપક કોમ્બિંગ ઓપરેશન

aapnugujarat

ખંડણી કેસ : અબુ સાલેમને ૭ વર્ષની જેલની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1