Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૨૮૪ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે ફરી એકવાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. મંદી પર બ્રેક મુકાઈ હતી. એશિયન બજારમાં તેજીની અસર જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ ૨૮૪ પોઇન્ટ ઉછળીને ૩૭૯૪૮ની સપાટી પર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૬ પોઇન્ટ ઉછળીને ૧૧૪૭૧ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો. ચાવીરુપ શેરમાં એફએમસીજીના શેરમાં જોરદાર તેજી જામી હતી. આઈટીસીના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. આ શેર અગાઉ બાવન સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૧.૮થી ૩ ટકા વચ્ચેનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં સતત ચોથા દિવસે તેજી જામી હતી. છ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. સનફાર્મા, રેડી લેબ, ગ્લેનમાર્ક ફાર્મા, લ્યુપિન, કેડિલા હેલ્થકેરમાં ૧થી ૪ ટકા વચ્ચેનો ઉછાળો નોંધાયો હતો. એશિયન બજારમાં તેજી જામી હતી. કારણ કે, ચીન અને અમેરિકા જૂન મહિના બાદથી પ્રથમ વખત વેપાર મંત્રણા કરવા માટે સહમત થયા છે. બીજી બાજુ તુર્કિસ ચલણ લીરામાં પણ સ્થિતિ સુધરી છે. રેકોર્ડ નીચી સપાટીએ આ સપ્તાહમાં પહોંચી ગયા બાદ તેમાં આજે ઉછાળો નોંધાયો હતો. ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૮૮ પોઇન્ટ ઘટીને ૩૭૬૬૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટીને ૧૧૩૮૫ની નીચી સપાટીએ રહ્યો હતો. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.
સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ડોલર સામે રૂપિયો ૭૦.૩૨ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. તેમાં ૭૦.૧૬ની સપાટી રહી હતી.

Related posts

नीति आयोग ने बेचने के लिए बनाई ५० सरकारी संपत्तियों की लिस्ट

aapnugujarat

૨૦૧૫ની સરખામણીએ હવે ૧૨ ગણો વધારે ડેટા યૂઝ કરી રહ્યાં છે ભારતીય યૂઝર્સ

aapnugujarat

फेल हुई ग्लोबल रोमिंग सर्विस तो यूजर को मिलेंगे ५०००

aapnugujarat

Leave a Comment

UA-96247877-1