ભારત અને દુનિયાના અન્ય વિસ્તારોમાં આતંકની આગ ચાપનારું પાકિસ્તાન માની રહ્યું છે કે આતંકવાદની લડાઇમાં તે ત્રિભેટે આવીને ઉભું છે.પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ જણાવ્યું છે કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન નિર્ણાયક મોડ પર આવીને ઉભું છે. તેને નિર્ણય કરવો પડશે કે શું યુવાનો પ્રગતિના ફાયદા લેવા માંગે છે કે આતંકવાદનો માર સહન કરવા ઈચ્છે છે.
કટ્ટરપંથને નકારવામાં યુવાનોની ભૂમિકા વિષય પર સંબોધન કરતા જનરલ બજાવાએ કહ્યું હતું કે સેના આતંકવાદીઓને પરાજિત કરી દેશે પરંતુ સમાજમાંથી કટ્ટરપંથનો સફાયો કરવામાં તેને દેશના સહયોગની જરૂરત છે.જનરલ જાવેદ બાજવાએ કહ્યું કે સેના આતંકવાદીઓ સાથે લડે છે. કટ્ટરપંથી અને આતંકવાદ વિરુદ્ધ કાનૂન એજન્સીઓ તથા સમાજ દ્વારા સામનો કરવામાં આવે છે. બાજવાએ કહ્યું કે પાકિસ્તાન એક યુવા દેશ છે જ્યાં ૫૦ ટકાથી વધુ વસ્તી ૨૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે.