Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેન્સમવેર વાયરસ નવા નામે વધુ ઘાતક હુમલો કરે તેવી શક્યતા

વિશ્વના ૧૫૦થી વધુ દેશમાં સાયબર એટેક કરેલા રેન્સમવેર વાયરસ નવા નામે વધુ ઘાતક હુમલો કરી શકે તેવી ચીને ચેતવણી આપી છે.નવા હુમલાને લઈને માઈક્રોસોફ્ટનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવા નિષ્ણાતોએ સૂચન કર્યું છે.
તો વન્ના ક્રાય, યુઆઇવીકસ અને એડિલકૂઝ જેવા નવા નામે ત્રાટકશે, ધીમેથી ફેલાતો આ વાયરસ વધુ મજબૂત હોવાનો ચીને દાવો કર્યો છે.ચીનના નેશનલ કમ્પ્યુટર વાયરસ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરે જણાવ્યું છે કે, આ વાયરસ અનેક ફાઇલોને રિ-નેમ કરીને કમ્પ્યુટરોમાં ફરી તોડફોડ કરશે એટલે એલર્ટ રહેવું જરૂરી છે. તો ડેનમાર્ક સાયબર સિક્યોરિટી કંપની હેમડેલે પણ રેન્સમવેર નવા નામે ત્રાટકી શકે છે એ વાતને સમર્થન આપ્યું છે.
હેમડેલે કહ્યું છે કે, આ વાયરસ વન્ના ક્રાયથી પણ વધારે મજબૂત હોઈ શકે છે કારણ કે, તેમાં કિલ સ્વિચ ડોમેઇનની ક્ષમતા નથી.ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે, આ હુમલો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા કમ્પ્યુટરોમાં જ થશે. આ કારણસર માઈક્રોસોફ્ટનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરી લેવું હિતાવહ છે. જોકે, ચીનમાં હજુ રેન્સમવેર વાયરસની ખાસ અસર જોવા મળી નથી, પરંતુ એ વાયરસ ’યુઆઇવીકસ’ નામે હુમલો કરી શકે છે.આ વાયરસ ડોમેઇનમાં પ્રવેશ્યા વિના પણ ખૂબ જ ઝડપથી ફેલાઇ શકે છે. ચીનમાં એન્ટિ વાયરસ સોફ્ટવેર સપ્લાયર કિહો ૩૬૦એ જણાવ્યું હતું કે, ચીનમાં રેન્સરવેરની વ્યાપક અસર નથી એવું કહેવું અત્યારે વહેલું છે. કારણ કે, હાલમાં જ ચીનમાં ૨૯ હજાર સંસ્થાના એટીએમ, હોસ્પિટલના સર્વર વાયરસથી પ્રભાવિત થયા હતાં. આ ઉપરાંત કેટલીક યુનિવર્સિટીની વેબસાઈટો પર પણ તેની અસર વર્તાઈ હતી.

Related posts

ચીન સરહદે જવાનો માટે પીવાના પાણી અને વીજળીની સુવિધા પણ નથી

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં મા દુર્ગાને સહારે ભાજપનું મિશન ૨૦૧૯

aapnugujarat

ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે જ રહ્યા : સોનિયા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1