Aapnu Gujarat
રાષ્ટ્રીય

એનઆઇએ આતંકીઓ દ્વારા હુર્રિયતને ફંડિંગ કરવાની તપાસ કરશે

કાશ્મીરમાં પરિસ્થિતિ બગાડવા માટે આતંકી સંગઠન લશ્કર એ તોયબા પાસેથી ફંડ લેવાના આરોપમાં ઘેરાયેલા હુર્રિયત નેતાઓની સમસ્યા વધી ગઇ છે. એનઆઇએ એ હવે આ બાબતે તપાસ કરવાનો નિર્ણય લીધો છે અને આ તપાસમાં ગિલાની ઉપરાંત અન્ય હુર્રિયત નેતા પણ આવશે.એનઆઇએ શુક્રવારે જણાવ્યું કે આતંર રોધી તપાસ એજન્સીની ટીમ શ્રીનગર પહોંચી ગઇ છે અને પૂછપરછ કરશે.
એજન્સીએ જણાવ્યું કે કાશ્મીરમાં વિધ્વંસક ગતિવિધિઓ માટે લશ્કર એ તોયબાની ચીફ હાફિઝ મુહમ્મદ સઇદ અને અન્ય પાકિસ્તાની આંતકીઓ અને એજન્સીઓ દ્વારા હુર્રિયત નેતાઓને આપવામાં આવતું ફંડ માટે પ્રારંભિક તપાસની બાબત એનઆઇએ દાખલ કરી લીધી છે.જણાવી દઇએ કે હુર્રિયત નેતાઓ પર આ આરોપ છે કે કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો પર પથ્થરમારો, સ્કૂલો અને અન્ય સરકારી સંસ્થાનોને સળગાવવા જેવી હિંસક ગતિવિધિઓ માટે એમને પાકિસ્તાન પાસેથી ફંડ મળે છે. ઘાટીમાં પથ્થરમારા માટે હુર્રિયતને પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહો અને આઇએસઆઇ પાસેથી ફંડિંગ થાય છે.એનઆઇએ અધિકારીએ જણાવ્યું કે એ ખાનગી ચેનલને આ બાબતે કરવામાં આવેલા સ્ટિંગના વિડીયોઝ માટે નોટીસ મોકલવામાં આવી છે. આ ચેનલે ૧૬ મે ના રોડ આ સ્ટિંગ કર્યું હતું

Related posts

ભારે શ્રદ્ધા વચ્ચે આજે વાર્ષિક અમરનાથ યાત્રા પરિપૂર્ણ થશે

aapnugujarat

Ram Mandir construction in Ayodhya will begin from Dec 6 : Sakshi Maharaj

aapnugujarat

‘પદ્માવતી’ મુદે સંસદીય કમિટીએ માહિતી-પ્રસારણ મંત્રાલય પાસે માંગ્યો અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1