ઉત્તર પ્રદેશ સરકારે એન્ટી રોમિયો સ્કોવોડનું નામ બદલીને નારી સુરક્ષા બળ કરવાનો નિર્ણય કર્યો છે. મહિલાઓ પર થનારા યૌન ઉત્પીડન પર સકંજો કસવા માટે સરકારે એન્ટી રોમિયો દળનું ગઠન કર્યું હતું.
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ હવે રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવી ગઇ છે ત્યારથી સરકારે પોતાના ચૂંટણી વાયદામાં એન્ટી રોમિયો સ્કોવોડના ગઠનનો વાયદો પૂરો કરીને દરેક પોલીસ સ્ટેશનમાં એન્ટી સ્કોવોડનું ગઠન કરાવ્યું. જણાવી દઇએ કે સરકારના આ પગલાનું લોકોએ સ્વાગત કર્યું પરંતુ એન્ટી રોમિયો સ્કોવોડ નામનો જોરદાર વિરોધ કર્યો. લોકોનો તર્ક હતો કે સરકાર આ દ્વારા રોમિયા અને જૂલિયટના નામને બદનામ કરી રહી છે.આ બાબતે માર્ચમાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચએ યૂપી સરકારના એન્ટી રોમિયો દળના ગઠનના નિર્ણયને સાચો ગણાવ્યો. એની સાથે જ જો કે કોર્ટે સરકારને ચેતાવણી આપી હતી પોલીસે કાયદાની અંદર રહીને જ કાર્ય કરવું જોઇએ. ત્યારબાદ વિપક્ષે યૂપી સરકાર પર સંવિધાનનું ઉલ્લંઘન કરીને આરોપ લગાવ્યો હતો. વિપક્ષના દળોએ સરકાર પર રોમિયો અને જૂલિયટના નામને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.આ બાબતે સ્થાનીક ભાજપ નેતા રાજેન્દ્ર પ્રતાપ ‘મોતી’ સિંહનું કહેવું છે કે બહેન અને પુત્રીઓનું સમ્માન કરવું સરકારની પ્રાથમિક્તા છે. હવે એન્ટી રોમિયો સ્કોવોડનું નામ બદલીને નારી સુરક્ષા બળ કરી દેવામાં આવ્યું છે.