Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇમાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરાયો

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં મોટી સફળતા હાંસલ થઇ છે. આતંકવાદ વિરોધી ટુકડીએ નાલાસોપારા વિસ્તારમાં એક ઘરમાંથી આઠ દેશી બોંબ પકડી પાડ્યા છે. આ ઉપરાંત અન્ય વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે. આ ઘર વૈભવ રાવત નામની વ્યક્તિનું છે. એમ માનવામાં આવે છે કે, વૈભવના સંબંધ સનાતન સંસ્થા સાથે છે. અલબત્ત સંસ્થાએ આ બાબતને વખોડી કાઢીને આને અયોગ્ય ગણાવી છે. વૈભવને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાલાસોપારામાં દરોડા પાડવા માટે પહોંચેલી પોલીસ ટુકડીને નજીકની એક દુકાનમાંથી પણ વિસ્ફોટક ચીજવસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ચીજવસ્તુઓમાં મોટી માત્રામાં ગનપાઉડર અને ડિટોનેટરનો સમાવેશ તાય છે. એવી શંકા વ્યક્ત કરવામં આવી છે કે, આટલી ચીજવસ્તુઓથી ઓછામાં ઓછા બે ડઝન બોંબ બનાવી શકાય છે. એટીએસને આ સંબંધમાં ઘરના માલિક વૈભવ રાવતને પકડી પાડવામાં સફળતા મળી છે. તેને બપોરે મુંબઈની ભોઈવાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એમ માનવામાં આવે છે કે તેના સંબંધ સનાતન સંસથા સાથે જોડાયેલા છે. તે સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃત્તિ સમિતિનો સભ્ય હતો અને તોડફોડ તથા વિધ્વંશકારી ગતિવિધિને લઇને પોલીસની રડાર ઉપર હતો.
જો કે, સંસ્થાએ આવા આરોપોને રદિયો આપ્યો છે. વૈભવના વકીલનું કહેવું છે કે, ધરપકડના સંદર્ભમાં માહિતી આપવામાં આવી નથી. ઝડપાયેલા વૈભવની આકરી પુછપરછ ચાલી રહી છે. કોઇ હુમલાની યોજના હતી કે કેમ તે અંગે માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે.

Related posts

સેનાનું ઓપરેશન ઓલઆઉટ શરૂ : ચાર ત્રાસવાદી ઠાર થયા

aapnugujarat

ટીએમસીના ગુંડાઓએ બંગાળને નર્ક બનાવ્યું અને યુપીમાં માયા, અખિલેશ વોટરને જાગીર સમજે છે : પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં મોદીનો ઝંઝાવાતી પ્રચાર

aapnugujarat

અનોખો સંયોગ..જુડવા બહેનોએ જુડવા ભાઈઓને બનાવ્યા જીવનસાથી…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1